અરુણ જેટલીની કોલ ડિટેલ્સ માંગનાર કોંસ્ટેબલની ધરપકડ

પોલીસના જણાવ્યા અનુસાર 32 વર્ષીય અરવિંદ ડબાસની ગઇકાલે રાત્રે ધરપકડ કરી લાવામાં આવી છે. તેમણે જણાવ્યું કે અરૂણ જેટલીની કોલ ડિટેઇલને મેળવવાનો પ્રયાસ કરી રહેલા અન્ય બેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચમાંથી પણ જેટલીના કોલ રેકોર્ડ્સ માગવામાં આવ્યો હતો. સમાચાર એ પણ છે કે બે વાર નવી દિલ્હીથી પણ રાજ્યસભામાં વિપક્ષના નેતાની કોલ ડિટેલ્સ માગવામાં આવી હતી. જોકે સર્વિસ પ્રોવાઇડરે કંપનીએ જેટલીના કોલ ડિટેલ્સ આપી દીધી હતી. આ મામલે અત્યારસુધી ચાર પોલીસ સ્ટેશન શંકાના વમળમાં છે.












Click it and Unblock the Notifications
