For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ટરપૉલનો ખુલાસોઃ દુનિયાભરના નેતાઓને મોકલવામાં આવી રહ્યા છે 'સંક્રમિત પત્ર'

કોરોના વાયરસ દુનિયાભરના રાષ્ટ્રાધ્યક્ષો અને નેતાઓ માટે મોટો ખતરો બની ગયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જાનલેવા મહામારી કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં ચાલુ છે. દુનિયાભરમાં લગભગ 6 કરોડ લોકો આનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને લાખો લોકોના જીવ જઈ ચૂક્યા છે. ઘણા બિઝનેસ બંધ થઈ ચૂક્યા છે, લોકોની નોકરીઓ જઈ ચૂકી છે. જેમની નોકરી છે તેમને પણ સેલેરી ઓછી મળી રહી છે. પરંતુ આ બધા વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. હવે આ વાયરસ દુનિયાભરના રાષ્ટ્રાધ્યક્ષો અને નેતાઓ માટે મોટો ખતરો બની ગયો છે. આ નેતાઓ સામે તેમના દુશ્મન કોરોના વાયરસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

interpol

ઈન્ટરપૉલે હાલમાં જ ચેતવણી આપી છે કે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગ્લોબલ લીડર્સને પત્ર મોકલવામાં આવી રહ્યા છે જે કોરોના સંક્રમિત છે. આનાથી ખૂબ જ એલર્ટ રહેવાની જરૂર છે. આંતરાષ્ટ્રીય પોલિસ સંગઠન ઈન્ટરપોલના જણાવ્યા મુજબ દુનિયાના મોટા નેતાઓ અને દિગ્ગજ લોકોને કોરોના સંક્રમિત કરવાનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. ઈન્ટરપોલે દુનિયાભરની એજન્સીઓને સાવચેત કરી છે કે નેતાઓ અને મોટી વ્યક્તિઓને કોરોનાથી સંક્રમિત પત્ર મોકલવામાં આવી શકે છે. તમે જાણીને હેરાન થઈ જશો કે પોલિસ અધિકારીઓ, ડૉક્ટરસ અને જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો પર થૂકવામાં આવી રહ્યુ છે જેથી તે સંક્રમિત થઈ જાય. આ અંગેનો ખુલાો ઈન્ટરપોલે કર્યો છે અને આ અંગે દિશા નિર્દેશ જારી કર્યા છે.

ઈન્ટરપૉલે 194 દેશોને ખાસ સતર્ક રહેવાની ચેતવણી આપી છે. દિશાનિર્દેશમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે લાદી પર થૂકીને કે કોઈના મોઢા કે વસ્તુ પર ખાંસીને સંક્રમણ ફેલાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઈન્ટરપૉલે એ પણ ખુલાસો કર્યો છે કે એવા પણ અમુક કેસ સામે આવ્યા છે જ્યાં નેતાઓને સંક્રમિત પત્રો મોકલવામાં આવ્યા છે. આ રીતની હરકતને અન્ય સમૂહો પર પણ ઉપયોગ કરવામાં આવી શકે છે. જો કે આંતરરાષ્ટ્રીય એજન્સીએ આવા કોઈ નેતાના નામનો ઉલ્લેખ કર્યો નથી જેને આ સંક્રમિત પત્ર મોકલવામાં આવ્યો હોય.

WHOની ચેતવણી, કહ્યું- કોરોનાના ઈલાજ માટે Remdesivirનો ઉપયોગ ના કરશોWHOની ચેતવણી, કહ્યું- કોરોનાના ઈલાજ માટે Remdesivirનો ઉપયોગ ના કરશો

English summary
Cornavirus contaminated letters could be new threat for political figures warns interpol.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X