દેશમાં કોરોના વાયરસનો આંકડો 43 લાખને પાર, 24 કલાકમાં 89000 નવા કેસ
દેશમાં કોરોના વાયરસનો આંકડો 43 લાખને પાર, 24 કલાકમાં 89000 નવા કેસ
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના મામલામાં તેજીથી વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ દેશમાં પાછલા 24 કલાકમાં કોવિડ 19ના 89,706 નવા મામલા સામે આવ્યા છે અને 1115 દર્દીના મોત થયાં છે. કુલ પોઝિટિવ મામલાની સંખ્યા હવે 43,70,129 થઈ ગઈ છે, જેમાં 8,97,394 સક્રિય મામલા, 33,98,845 ડિસ્ચાર્જ અને 73,890 મોત સામેલ છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ મુજબ 8 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસ માટે કુલ 5,18,04,677 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 11,54,549 સેમ્પલ મંગળવારે ટેસ્ટ કરાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં હાલ કોવિડ 19ના 8,97,394 દર્દી એક્ટિવ છે. એટલે કે કાં તો તેમનો ઈલાજ હોસ્પિટલે ચાલી રહ્યો છે અથવા તો ઓછા લક્ષણને પગલે તેમને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે આ વાયરસથી ઠીક થનારા દર્દીની સંખ્યા 34 લાખની નજીક પહોંચી ગઈ છે.
રાજ્યવાર આંકડા જોઈએ તો પાછલા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 20131 નવા મામલા સામે આવ્યા છે. આંધ્ર પ્રદેશમાં 10601, કર્ણાટકમાં 7866, ઉત્તર પ્રદેશમાં 6622 અને તમિલનાડુમાં 5684 નવા મામલા સામે આવ્યા છે, આવી જ રીતે મૃતકોની સંખ્યામાં પણ ટૉપ 5 રાજ્યોમાં મહારાષ્ટ્ર ટૉપ પર બનેલું છે. પાછલા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 380 લોકોના મોત થયાં છે. આ ઉપરાંત કર્ણાટકમાં 146, તમિલનાડુમાં 87, આંધ્ર પ્રદેશમાં 73 અને ઉત્તર પ્રદેશમાં 71 લોકોના મોત થયાં છે.












Click it and Unblock the Notifications
