ભારતમાં કોરોનાનો વિસ્ફોટ, ગત 24 કલાકમાં 93,249 નવા કેસ સામે આવ્યા

ભારતમાં કોરોનાનો વિસ્ફોટ, ગત 24 કલાકમાં 93,249 નવા કેસ સામે આવ્યા

ફરી એકવાર દેશમાં કોરોનાના દર્દીઓમાં વધારો થયો છે, તાજા આંકડાઓ ડરાવનારા છે. રવિવારે સ્વાસ્થ્યમંત્રાલય તરફથી જાહેર આંકડાઓ મુજબ દેશમાં ગત 24 કલાકમાં 93,249 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે, જે ઓક્ટોબર 2020 બાદ સામે આવેલા અત્યાર સુધીના સૌથી વધુ આંકડા છે.

coronavirus

ગત 24 કલાકમાં કોરોનાથી 513 લોકોનાં મોત થયાં છે, જે બાદ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1,24,85,509 થઈ ગઈ અને કુલ મોતનો આંકડો 1,64,623 પર પહોંચી ગયો છે. દેશમાં એક્ટિવ કેસ 6,91,597 ઠે ડ્આકે 1,16,29,28 લોકો હોસ્પિટલેથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જ્યારે દેશમાં અત્યાર સુધી 7,59,79,651 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે.

coronavirus

સુપર સ્ટાર અક્ષય કુમાર પણ કોરોના સંક્રમિત

કોરોનાથી સૌથી વધુ ગ્રસિત મહારાષ્ટ્ર છે, જ્યાંની સ્થિતિ ઘણી ચિંતાજનક બની ગઈ છે. કોરોનાના લપેટામાં કેટલાય બોલીવુડ અભિનેતા અને અભિનેત્રીઓ આવી ચૂક્યાં છે. સુપરસ્ટાર અક્ષય કુમાર પણ આજે કોરોના સંક્રમિત નિકળ્યો છે, જે બાદ તેમણે ખુદને હોમ ક્વોરેન્ટાઈન કરી લીધા છે.

coronavirus

મુંબઈની સ્થિતિ ઘણી ખતરનાક

જણાવી દઈએ કે દેશમાં કોવિડ19થી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. પ્રદેશની રાજધાની મુંબઈમાં સંક્રમણ તેજીથી વધતું જઈ રહ્યું છે. શનિવારે અહીં પાછલા 24 કલાકમાં 9 હજારથી વધુ નવા દર્દીઓ મળ્યા જ્યારે આ દરમ્યાન 27 લોકોનાં મોત થયાં છે. જણાવી દઈએ કે કોરોના વાયરસ પ્રસાર પર કાબૂ મેળવવા માટે હવે મહારાષ્ટ્ર સરકાર લૉકડાઉન જેવા સખ્ત ફેસલા પર વિચાર કરી રહી છે.

coronavirus

જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના મામલામાં તેજી આવી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં મામલા તેજીથી વધ્યા છે. બે દિવસમાં 900થી વધુ મામલા આવ્યા બાદ આજે લખનઉમાં કોરોનાના એક હજારથી વધુ નવા મામલા સામે આવ્યા છે. જે લખનઉમાં આ વર્ષે એટલે કે 2021માં કોરોનાના નવા મામલાની સૌથી વધુ સંખ્યા છે. યુપીમાં કોરોનાના વધતા મામલાને જોતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધોરણ આઠ સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓને 11 એપ્રિલ સુધી બંધ રાખવાના નિર્દેશ આપ્યા છે.

ગુજરાતમાં પણ કોરોના બેકાબૂ બનતો જઈ રહ્યો છે. હોળી બાદ કોરોનાના કેસમાં ખાસ વધારો જોવા મળ્યો છે. જેને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે પણ તાત્કાલીક ધોરણે શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સરકારી અને ખાનગી શાળાઓ ગુજરાતમાં બંધ કરી દેવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X