મહારાષ્ટ્રમાં લૉકડાઉન 1 જૂન સુધી લંબાવાયુ, રાજ્યમાં એન્ટ્રી માટે કોરોના નેગેટીવ રિપોર્ટ હોવો જરૂરી
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી સરકારે રાજ્યમાં લાગુ કોરોના લૉકડાઉનને 1 જૂનની સવાર સુધી લંબાવી દીધુ છે.
મુંબઈઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી સરકારે રાજ્યમાં લાગુ કોરોના લૉકડાઉનને 1 જૂનની સવાર સુધી લંબાવી દીધુ છે. મહારાષ્ટ્રમાં હાલમાં 15 મે સુધી લૉકડાઉન છે જેને 15 દિવસ લંબાવી દેવામાં આવ્યુ છે. મંગળવારે કેબિનેટ બેઠકમાં ત્રીજી વાર લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એક જૂનની સવારે 7 વાગ્યા સુધી પ્રતબંધો લાગુ રહેશે. આ દરમિયાન માત્ર જરૂરી સેવાઓ માટે બહાર નીકળવાની મંજૂરી રહેશે. આ ઉપરાંત રાજ્યમાં એન્ટ્રી માટે કોરોના નેગેટીવ આરટી-પીસીઆર રિપોર્ટ હોવો પણ જરૂરી રહેશે.

મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે પ્રતિબંધોને જરૂર ગણાવીને 22 એપ્રિલે મોટાભાગની ગતિવિધિઓ પર રોક લગાવી દીધી છે. 22 એપ્રિલે એક મે સુધી માટે લૉકડાઉન જેવા ખૂબ જ કડક પ્રતિબંધો લગાવી દીધા હતા. ત્યારબાદ પ્રતિબંધોને 15 મે સુધી લંબાવી દેવામાં આવ્યા હતા. હવે ત્રીજી વાર તેને લંબાવીને 1 જૂનની સવાર સુધી કરી દેવામાં આવ્યા છે. મંગળવારે મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે કહ્યુ હતુ કે કોરોના કેસો ઘટવા સુધી મહારાષ્ટ્રમાં લૉકડાઉન લંબાવવામાં આવશે. ત્યારબાદ કેબિનેટની બેઠકમાં આને લંબાવી દેવામાં આવ્યુ.
તમને જણાવી દઈએ કે છેલ્લા બે સપ્તાહથી લગભગ સમગ્ર દેશમાં લૉકડાઉન કે આંશિક લૉકડાઉન લાગુ છે. મહારાષ્ટ્ર દેશનુ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાના 52 લાખથી વધુ દર્દી મળી ચૂક્યા છે. જે કોઈ પણ બીજા રાજ્યથી ઘણા વધુ છે. જો કે છેલ્લા અમુક દિવસોમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ ઘટ્યા છે કે જે એક રાહતની વાત છે. જોકે હજુ પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા કેસ મળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
