For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ વધ્યો, 100થી પણ ઓછા આઈસીયૂ બેડ ખાલી બચ્યાં

દિલ્હીમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ વધ્યો, 100થી પણ ઓછા આઈસીયૂ બેડ ખાલી બચ્યાં

|
Google Oneindia Gujarati News

દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના મામલામાં તેજી જોવા મળી છે. રાજધાની દિલ્હી પણ તેનાથી બાકાત નથી. પાછલા 24 કલાકમાં રાજધાનીમાં કોરોના પોઝિટિવિટી રેટ 24 ટકાથી વધીને 30 ટકા થઈ ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ વિશે પ્રેસ કોન્ફ્રેન્સ કરી જાણકારી આપી છે.

arvind kejariwal

તેમણે મીડિયાને કહ્યું કે, દિલ્હીમાં પાછલા 24 કલાકમાં કોરોનાની સકારાત્મકતા દર 24 ટકાથી વધીને 30 ટકા થઈ ગઈ છે. માત્ર 100થી પણ ઓછા આઈસીયૂ બેડ ખાલી બચ્યાં છે અને ઑક્સીજનની કમી પણ ચાલી રહી છે. બેડની કમીને લઈ અમે કાલે સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધન સાથે વાત કરી હતી અને આજે સવારે અમિત શાહ સાથે વાત કરી. તેમને અમે કહ્યું કે અમને બેડ અને ઑક્સીજનની સખ્ત જરૂરત છે. જણાવી દઈએ કે રાજધાની દિલ્હીમાં ગત 24 કલાકમાં 25 હજાર 500 નવા મામલા સામે આવ્યા છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કેન્દ્ર સરકારના હોસ્પિટલને મિલાવી કુલ 10 હજાર બેડ છે જેમાંથી 1800 બેડ દર્દીઓ માટે સીમિત કરાયાં છે. કેન્દ્ર સરકારને અમારી અપીલ છે કે કુલ બેડમાંથી 7 હજાર બેડ કોરોના દર્દીઓ માટે સીમિત કરવામાં આવે.

રાહુલ ગાંધીનો પ્રશંસનીય નિર્ણય, બંગાળની પોતાની બધી રેલી રદ્દ કરીરાહુલ ગાંધીનો પ્રશંસનીય નિર્ણય, બંગાળની પોતાની બધી રેલી રદ્દ કરી

તેમણે આગળ કહ્યું કે રાજ્યમાં કોરોનાની સ્થિતિને જોતાં ખેલ ગાંવ, યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને કેટલીક સ્કૂલોને કોવિડ સેંટરમાં તબ્દીલ કરવામાં આવશે. દિલ્હીમાં લાગૂ વિકેંડ કર્ફ્યૂને લઈ તેમણે કહ્યું કે દિલ્હીવાસી સરકારનો સાથ આપી રહ્યા છે અને નિયમોનું પાલન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે નિયમિત પણે કેન્દ્ર સરકારના સંપર્કમાં છીએ અને કેન્દ્ર પાસેથી મદદ મળી રહી છે.

English summary
Corona positivity rate rises in Delhi, less than 100 ICU beds left vacant
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X