છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,115 પોઝિટિવ કેસ અને 252 મોત નોંધાયા
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 26,115 નવા કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 252 લોકોનાં મોત નીપજ્યાં છે અને 34,469 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 3 લાખ 09 હજાર 575 છે.
નવી દિલ્હી : ભારતમાં મંગળવારના રોજ (21 સપ્ટેમ્બર) કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના વાયરસના દૈનિક આંકડા 30 હજારથી વધુ હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 26,115 નવા કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 252 લોકોનાં મોત નીપજ્યાં છે અને 34,469 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 3 લાખ 09 હજાર 575 છે. આ સાથે દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 4 લાખ 45 હજાર 385 લોકો મૃત્યુ પામ્યા છે.

દેશમાં અત્યાર સુધીમાં 3,27,49,574 લોકો કોરોનામાંથી સાજા થયા છે. કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3,35,04,534 છે. કોરોના રસીકરણની વાત કરીએ તો, દેશમાં અત્યાર સુધીમાં 81,85,13,827 (81.85 કરોડ) રસી ડોઝ લગાવવામાં આવ્યા છે. 20 સપ્ટેમ્બરના સાથે 96,46,778 (96.46 લાખ) લોકોને એક જ દિવસમાં રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. દેશમાં રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી, 2021 થી શરૂ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના પ્રસંગે દેશભરના 2.5 કરોડ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. તેના એક દિવસ બાદ એટલે કે 18 સપ્ટેમ્બરના રોજદેશમાં 85 લાખ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં છેલ્લા બે મહિનામાં રસીકરણની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે.












Click it and Unblock the Notifications
