For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં કોરોનાની રોકેટ ગતિ, હવે નાઇટ કરફ્યૂ સાથે રવિવારે કડક લોકડાઉન

કેરળમાં કોરોના વાયરસ ફરી એક વખત વેગ પકડી રહ્યો છે, જ્યાં દરરોજ 30 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રોગચાળો ફાટી નીકળતાં રાજ્ય સરકારે કડક લોકડાઉન લાગુ કર્યું છે. એકદમ જરૂરી હોય ત્યારે જ લોકોને ઘરની બહાર નીકળવાની છૂટ છે.

|
Google Oneindia Gujarati News

તિરુવનંતપુરમ : દેશમાં કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, આ દરમિયાન ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થતાં, કોવિડ ગાઇડલાઇનમાં ફેરફાર કરીને નિયમો કડક બનાવવામાં આવ્યા છે. કેરળમાં કોરોના વાયરસ ફરી એક વખત વેગ પકડી રહ્યો છે, જ્યાં દરરોજ 30 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રોગચાળો ફાટી નીકળતાં રાજ્ય સરકારે કડક લોકડાઉન લાગુ કર્યું છે. એકદમ જરૂરી હોય ત્યારે જ લોકોને ઘરની બહાર નીકળવાની છૂટ છે.

Corona

કેરળમાં શનિવારના રોજ (4 સપ્ટેમ્બર) 29,682 નવા કોરોના કેસ નોંધાયા હતા, જે દરમિયાન 142 દર્દીઓના મોત પણ થયા હતા. કેરળ પોલીસ કોવિડના વધતા જતા કેસ વચ્ચે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરી રહી છે, રવિવારના રોજ રાજ્યમાં માત્ર આવશ્યક સેવાઓને મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ ભારતમાં કેરળની સ્થિતિ વધુ ખરાબ છે, હવે અહીં કોરોનાના વધતા જતા કેસ સાથે દર્દીઓના મૃત્યુની સંખ્યા પણ ચિંતાનું કારણ બની છે. છેલ્લા ઘણા દિવસોથી કેરળમાં દરરોજ 140 થી વધુ મોત નોંધાઈ રહ્યા છે.

કેરળમાં પોઝિટિવિટી રેટ 2 ટકા છે, જે અન્ય રાજ્યોની સરખામણીમાં પણ વધારે છે, ડેટા અનુસાર કોરોના સંક્રમણનો દર 17.54 ટકા નોંધવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કથળતી પરિસ્થિતિને જોતા કેરળ સરકારે રવિવારના રોજ નાઇટ કર્ફ્યુ સાથે કડક લોકડાઉનની જાહેરાત કરી છે. જો કે, રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉન લાદવાનો ઇન્કાર કર્યો છે કારણ કે તેનાથી અર્થતંત્રને અસર થશે. હાલ સરકાર નાઇટ કરફ્યૂ અને રવિવારના લોકડાઉનની મદદથી કોરોનાના વધતા જતા કેસને રોકવાની યોજના બનાવી રહી છે. આ સિવાય કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 11મીની ઓફલાઇન પરીક્ષા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

English summary
The vaccination campaign against corona virus in the country is going on on a war footing, meanwhile the number of corona infected patients has increased in many states, the rules have been tightened by amending the covid guideline.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X