Corona Update : કોરોનામાં ફરી વધારો, છેલ્લા 24 કલાકમાં 17135 નવા કેસ, 47 મોત

દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈ રહી છે. બુધવારના રોજ દેશમાં 17,135 નવા દર્દીઓ મળી આવ્યા હતા. જોકે, સક્રિય કેસોમાં ઘટાડો થયો છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 5,26,477 મોત નોંધાયા છે.

Corona Update : દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈ રહી છે. બુધવારના રોજ દેશમાં 17,135 નવા દર્દીઓ મળી આવ્યા હતા. જોકે, સક્રિય કેસોમાં ઘટાડો થયો છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 5,26,477 મોત નોંધાયા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 47 લોકોના મોત થયા છે.

સક્રિય કેસ ઘટીને 1,37,057 થયા

સક્રિય કેસ ઘટીને 1,37,057 થયા

છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસ ઘટીને 1,37,057 થઈ ગયા છે. આ દરમિયાન કોરોના રોગચાળાને કારણે 47 લોકોના મોત થયા છે.

કેન્દ્રીયસ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારના રોજ અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17,135 નવા કેસ સામેઆવ્યા છે. આ સાથે દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,40,67,144 થઈ ગઈ છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, કુલ કેસ સાથે સક્રિય કેસનીતુલના કરીએ તો તે 0.31 ટકા છે, જ્યારે કોરોનામાંથી સાજા થનારાઓનો રાષ્ટ્રીય દર 98.49 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય સ્થિતિમાં2,735 કેસનો ઘટાડો થયો છે.

સંક્રમણનું પ્રમાણ પણ ઘટ્યું

સંક્રમણનું પ્રમાણ પણ ઘટ્યું

છેલ્લા 24 કલાકમાં, દૈનિક સંક્રમણ દર વધુ ઘટીને 3.69 ટકા થયો છે, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 4.67 ટકા નોંધાયો છે, જ્યારે મૃત્યુ દર1.20 ટકા છે.

કોરોના રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 4,34,03,610 દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશવ્યાપી કોવિડ રસીકરણ હેઠળ દેશમાંઅત્યાર સુધીમાં કોવિડ રસીના 204.84 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

કેરળમાં 12, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પાંચ-પાંચ મૃત્યુ

કેરળમાં 12, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પાંચ-પાંચ મૃત્યુ

છેલ્લા 24 કલાકમાં 47 મૃત્યુમાંથી મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પાંચ-પાંચ, પશ્ચિમ બંગાળમાં ચાર, છત્તીસગઢ, દિલ્હી અને ઉત્તરાખંડમાં 3-3,હિમાચલ પ્રદેશ, મણિપુર અને પંજાબમાં 2-2 તેમજ ચંદીગઢ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઓડિશા પોડિંચેરી અને ઉત્તર પ્રદેશમાં એક-એકવ્યક્તિનું મોત થયું છે. આ સાથે કેરળમાં 12 મૃત્યુનો આંકડો અપડેટ કરવામાં આવ્યો છે.

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 874 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1030 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.

જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં એકપણ કોવિડસંબંધિત મુત્યુ નોંધાયું નથી.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 6257 થઇ

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 6257 થઇ

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,971 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,39,423 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા6257 થઇ છે. જેમાંથી 13ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 11,71,16,059 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

કુલ 11,71,16,059 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.63 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 2,68,820 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,71,16,059 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X