For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત બાયોટેકની કોરોના વેક્સીનને ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી

ભારત બાયોટેકની કોરોના વેક્સીનને ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ ભારત બાયોટેકને વેક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. ભારત બાયોટેક એવા બે કેન્ડિડેટમાંથી એક છે જે સ્વદેશી છે. ભારત બાયોટેકે પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલના ડેટા સાથે એનિમલ ચેલેન્જ ડેટા રજૂ કર્યા. બધા ડેટા જોયા બાદ થયેલી ચર્ચા બાદ મંજૂરી આપવામાં આવી ગઈ છે.

coronavirus

જણાવી દઈએ કે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના સહયોગથી ભારત બાયોટેક કોવાક્સિન રસી સ્વદેશી રૂપે વિકસિત કરી રહી છે.

હૈદરાબાદ સ્થિત રસી નિર્માતાએ બે ઑક્ટોબરે ડીસીજીઆઈને અરજી આપી પોતાની રસીના ત્રીજા તબક્કા માટે પરીક્ષણની અનુમતિ માંગી હતી. કંપનીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે આ અધ્યયનમાં 18 વર્ષ અથવા તેથી વધુ ઉમ્રના 28500 લોકોને સામેલ કરવામાં આવશે અને આ પરીક્ષણ 10 રાજ્યોના 19 સ્થાનો પર કરવામાં આવશે. આ સ્થાનોમાં દિલ્હી, મુંબઈ, પટના અને લખનઉ સામેલ છે.

સરકાર પાસે દરેક વ્યક્તિ સુધી કોરોના વેક્સીન પહોંચાડવાનુ બજેટઃ નાણા મંત્રાલયસરકાર પાસે દરેક વ્યક્તિ સુધી કોરોના વેક્સીન પહોંચાડવાનુ બજેટઃ નાણા મંત્રાલય

CDSCOની વિશેષજ્ઞ સમિતિએ પાંચ ઑક્ટોબરે કંપનીની અરજી પર વિચાર-વિમર્શ કર્યો. સમિતિએ વિસ્તૃત વિચાર વિમર્શ બાદ કહ્યું હતું કે ત્રીજા તબક્કાના અધ્યયનની ડિઝાઈન સિદ્ધાંત રૂપે સંતોષજનક છે. સમિતિએ પોતાની ભલામણમાં કહ્યું હતું કે બીજા તબક્કાના પરીક્ષણની સુરક્ષા અને પ્રતિરક્ષા સંબંધી આંકડાના આધારે ઓળખેલી ઉચિત ડોઝ સાથે અધ્યયન શરૂ કરવું જોઈએ. આ પ્રકારે કંપનીએ આવા સંબંધિત આંકડા રજૂ કરવા જોઈએ.

English summary
Corona vaccine of Bharat Biotech approved for third phase trial
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X