પંજાબમાં કોરોનાના દર્દીઓની સંખ્યા થઈ 21, રાજ્યમાં 31 માર્ચ સુધી લૉકડાઉન
ભારતમાં કોરોના વાયરસના વધતા કેસોને જોતા પંજાબ સરકારે રાજ્યમાં લૉકડાઉનનુ એલાન કરી દીધુ છે. પંજાબમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે.
ભારતમાં કોરોના વાયરસના વધતા કેસોને જોતા પંજાબ સરકારે રાજ્યમાં લૉકડાઉનનુ એલાન કરી દીધુ છે. પંજાબમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે. એવામાં સરકારે રવિવારે જનતા કર્ફ્યુ વચ્ચે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મુખ્ય સચિવ પાસેથી સમગ્ર સ્થિતિનો રિપોર્ટ લીધા બાદ આ એલાન કર્યુ છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો 324 થઈ ગયો છે જ્યારે 6 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. કોરોના વાયરસથી બે મોત રવિવારે થયા છે.

પંજાબના આરોગ્ય મંત્રી બીએસ સિદ્ધુએ મીડિયાને જણાવ્યુ કે રવિવારે 7 નવા સંક્રમિત કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસની કુલ સંખ્યા 21 થઈ ગઈ છે. મહામારીના પ્રભાવને રોકવા માટે સરકારે લૉકડાઉનની ઘોષણા કરી દીધી છે. આ દરમિયાન બધી જરૂરી વસ્તુઓની નિયમિત આપૂર્તિ કરવામાં આવશે. હું બધા નાગરિકોને આ વાયરસ સામે લડવા માટે સરકારની સલાહનુ પાલન કરવાની અપીલ કરુ છુ.
પંજાબ ઉપરાંત ઘણી અન્ય રાજ્ય સરકારોએ પોતાના પ્રદેશમાં લૉકડાઉનની ઘોષણા કરી દીધી છે. શરૂઆતમાં પંજાબમાં અમુક જિલ્લાઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં જલંધર, પટિયાલા, નવાનશહર, હોશિયારપુર અને સંગરુર જિલ્લા શામેલ હતા. પરંતુ જેવો આ દેશમાં સંક્રમિત કેસોની સંક્યા વધીને 300ને પાર ગઈ તો અમરિંદર સરકારે આખા રાજ્યને 31 માર્ચ, 2020 સુધી લૉકડાઉન કરવુ એલાન કરી દીધુ. આ દરમિયાન જરૂરી સામાન જેવા કે શાકભાજી અને દૂધની દુકાનો સાથે સાથે મેડીકલ સ્ટોર ખુલ્લા રહેશે પરંતુ આ ઉપરાંત રાજ્યમાં કોઈ દુકાન નહિ ખુલે.












Click it and Unblock the Notifications
