For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસામમાં Coronavirusનો પહેલો મામલો સામે આવ્યો, સાડા ચાર વર્ષની બાળકીમાં Covid-19+

આસામમાં Coronavirusનો પહેલો મામલો સામે આવ્યો, સાડા ચાર વર્ષની બાળકીમાં Covid-19+

|
Google Oneindia Gujarati News

ગુવાહાટીઃ દેશમા કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ભારતમાં કોવિડ-19 સંક્રમિત લોકોનો આંકડો 290ની આસપાસ પહોંચી ચૂક્યો છે અને અત્યાર સુધી ચાર લોકોના જીવ ચાલ્યા ગયા છે. આ દરમિયાન આસામમાં કોરોનાવાઈરસનો પહેલો મામલો સામે આવ્યો છે. જોરહાટમાં સાડા ચાર વર્ષની બાળકીમાં કોરોનાવાઈરસનું સંક્રમણ જોવા મળ્યું છે. બીજીવાર પુષ્ટિ માટે તેના નમૂનાને આઈસીએમઆર મોકલી આપવામાં આવ્યા છે. જે બાદ બાળક અને તેના પરિવારની સાથોસાથ હોસ્પિટલ સ્ટાફના પણ એવા કર્મચારીઓને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે જેમણે આ બાળકની દેખભાળ કરી હતી.

Coronavirus

ડેપ્યૂટી કમિશ્નર રોશની અપારાંજી કોરાતીએ કહ્યું કે જોરહાટ મેડિકલ કોલેજ અને હોસપિટલમાં તપાસ માટે શનિવારે સાંજે આવેલ રિજલ્ટમાં સાડા ચાર વર્ષની બાળકીમાં સંક્રમણ જોવા મળ્યું. તેમણે કહ્યું, નમૂનાને બીજીવાર તપાસ માટે અમે ડિબ્રૂગઢ જિલ્લામાં લાહોવાલની આઈસીએમઆર-આરએમઆરસી પ્રયોગશાળામાં મોકલી આપ્યા છે. ડેપ્યૂટી કમિશનરે જણાવ્યું કે છોકરી અને તેનો પરિવાર જિલ્લાના પુલિબોર વિસ્તારમાં રહે છે અને હાલમાં જ આ લોકોએ બિહારથી જોરહાટ આવવા માટે રેલવે યાત્રા કરી હતી. તેમણે જણાવ્યું કે પરિવાર 19 માર્ચે જોરહાટ આવ્યો હતો અને 20 માર્ચે સ્વાસ્થ્યકર્મિઓએ પોતાના પ્રવાસ સમયે છોકરીમાં લક્ષણ જોયા અને તેને હોસ્પિટલે લઈ ગયા.

પ્રાઈવેટ રૂમ, એસી, ટીવી બાદ પણ અટક્યા નહિ કનિકા કપૂરના નખરા, હોસ્પિટલ પણ પરેશાનપ્રાઈવેટ રૂમ, એસી, ટીવી બાદ પણ અટક્યા નહિ કનિકા કપૂરના નખરા, હોસ્પિટલ પણ પરેશાન

English summary
Coronavirus: 4 year old girl child tested positive in assam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X