For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ચીનથી આવ્યા ચિંતાજનક સમાચાર, 39 નવા મામલા, 9 લોકોના મોત

Coronavirus: ચીનથી આવ્યા ચિંતાજનક સમાચાર, 39 નવા મામલા, 9 લોકોના મોત

|
Google Oneindia Gujarati News

મિલાનઃ ચીનના હુબેઈ પ્રાંતથી નિકળનાર કોરોનાવાઈરસ ફરી એકવાર અહીં દસ્તક આપી રહ્યો છે. રવિવારે ચીનના આ સેન્ટ્રલ પ્રાંતમાં વાઈરસના 39 નવા મામલા સામે આવ્યા છે. જો કે ચીની ઑથોરિટીઝનું કહેવું છે કે આ બધા મામલા બહારથી દેશમાં આવ્યા છે. ઈટલીમાં પણ આ વાયરસના કારણે હાહાકાર મચ્યો છે અને આ દેશમાં મૃતકોનો આંકડો 5000ને પાર પહોંચી ગયો છે. ઈટલીમાં રવિવારે કોરોનાવાઈરસથી 600થી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે. આ નવા આંકડાઓ સાથે અહીં અત્યાર સુધી વાયરસના કારણે 5476 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

Coronavirus

ચીનમાં અત્યાર સુધી 3279ના મોત

ચીનથી વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. અહીં પર 39 નવા કેસ સામે આવ્યા છે અને નવ લોકોના મોત થયાં છે. 22 માર્ચે ફરીથી હુબેઈમાં નવ લોકોના મોત નોંધાયાં છે. હુબેઈમાં જ ડિસેમ્બર 2019માં વાયરસ વિશે સૌથી પહેલા માલૂમ પડ્યું હતું. ચીનના નેશનલ હેલ્થ કમીશનનું કહેવું છે કે બધા નવા કેસ બહારથી આવ્યા છેજેમાંથી 72703 લોકો ઠીક થઈ ચૂક્યા છે અને 3270 લોકોના મોત થઈ ગયા છે. સાઉથ કોરિયામાં પણ 64 નવા મામલા સામે આવ્યા છે અને આની સાથે જ દેશમાં 8961 લોકો સંક્રમિત છે. વાયરસના કારણે સાત નવા એવા મામલા છે જેમાં દર્દીઓનું મોત થયું છે. દક્ષિણ કોરિયામાં અત્યાર સુધી 111 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

ઈટલીમાં પણ લૉકડાઉન

ઈટલીના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે 22 માર્ચે સાંજે છ વાગ્યા સુધી કોવિડ-19ના કારણે મરનારની સંખ્યા 5476 પર પહોંચી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 59,138 લોકો આ વાયરસથી સંક્રમિત છે અને 7024 લોકો ઠીક થઈ ગયા છે. વાયરસને રોકવાની કોશિશ અંતર્ગત સરકાર તરફથી એલાન કરવામાં આવ્યું છે કે દરેક પ્રકારના બિઝનેસ જે જરૂરી સામાન સપ્લાય નથી કરતા તેમણે ત્રણ એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવે છે. ઈઠલી હાલ ભારે લૉકડાઉમાં છે અને કોઈને પણ ઘરેથી બહાર નીકળવાની મંજૂરી નથી. શનિવારે ઈટલીમાં કોરોનાના કારણે 24 કલાકમાં 793 લોકોના મોત થઈ ચૂક્યાં છે. ઈટલીએ બધી બિનજરૂરી ફેક્ટરી બંધ કરી દીધી છે. અહીં પર હવે કોરોનાવાઈરસથી મૃતકોનો આંકડો 4825 પર પહોંચી ગયો છે. પ્રધાનમંત્રી ગ્યૂસપે કોંટેએ કહ્યું કે દેશ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યા છે.

17 વર્ષના છોકરાએ બનાવી દુનિયાની સૌથી મોટી Coronavirus ટ્રેકિંગ વેબસાઈટ, લાખોએ કરી વિઝિટ17 વર્ષના છોકરાએ બનાવી દુનિયાની સૌથી મોટી Coronavirus ટ્રેકિંગ વેબસાઈટ, લાખોએ કરી વિઝિટ

English summary
Coronavirus: 5476 people died in Italy 39 new cases in China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X