For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહતના સમાચારઃ 80 જિલ્લાઓમાં 14 દિવસથી કોરોનાનો એક પણ કેસ નહિ

રાહતના સમાચાર એ છે કે દેશમાં 80 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 14 દિવસમાં કોરોના સંક્રમણનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. જો કે આ દરમિયાન રાહતના સમાચાર એ છે કે દેશમાં 80 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 14 દિવસમાં કોરોના સંક્રમણનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. વળી, 15 જિલ્લા એવા છે જ્યાં 28 દિવસથી કોઈ નવો કેસ આવ્યો નથી. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે શુ્ક્રવારે ગૃહ મંત્રાલય સાથે શેર કરેલી પ્રેસ કૉન્ફરન્સમાં આ માહિતી આપી છે.

Health Ministry

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે જણાવ્યુ છે કે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 1684 પૉઝિટીવ કેસ સામે આવ્યા છે ત્યારબાદ દેશભરમાં કુલ કેસની સંખ્યા વધીને 23077 થઈ ગઈ છે. અત્યાર સુધી 718 લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, કાલથી આજ સુધી 491 લોકો રિકવર થયા છે. ત્યારબાદ રિકવર થનારા લોકોની કુલ સંખ્યા 4748 થઈ ગઈ છે. અત્યાર સુધી આપણો રિકવરી રેટ 20.57 ટકા છે.

નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલના ડાયરેક્ટર ડૉ. સુજીત સિંહે જણાવ્યુ કે આજે આપણો ડબલિંગ ટાઈમ 9 દિવસ સુધી પહોંચી ગયો છે. આ દર્શાવે છે કે જે મહામારી ઝડપી ગતિએ ફેલાઈ રહી હતી તેના પર આપણે કેટલી હદ સુધી આપણા પ્રયાસોને રોકી શક્યા છે. તેમણે જણાવ્યુ કે આપણે જિલ્લા સ્તરે રાજ્ય અને કેન્દ્ર સુધી સર્વિલાંસ સિસ્ટમ બનાવી છે. અત્યાર સુધી 9 લાખ 45 હજાર લોકો સર્વિલાંંસમાં છે. સંયુક્ત સચિવ ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યુ કે ગૃહ મંત્રાલયે પોતાના ડિઝાસ્ટર અધિનિયમ હેઠળ 6 ઈન્ટર મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમો(IMCT)ની રચના કરી હતી. કોવિડ-19ની સ્થિતિને જોતા ગૃહ મંત્રાલયે વધુ 4 IMCTનીિ રચના કરી છે જે અમદાવાદ, સુરત, હૈદરાબાદ અને ચેન્નાઈ મોકલવામાં આવી રહી છે.

આ પહેલા આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને માહિતી આપી છે કે દેશમાં લગભગ સાડા 5 લાખ ટેસ્ટ થઈ ચૂક્યા છે પરંતુ સૌથી સારી વાત એ છે કે ટેસ્ટિંગ વધાર્યા છતાં પણ આપણા પૉઝિટીવ કેસની સંખ્યા 3-4 ટકાથી વધી નથી. હું તમને જણાવવા ઈચ્છુ છુ કે તમારા બધાના પ્રયાસોથી આપણે દેશને ત્રીજા સ્ટેજ પર લઈ જવાથી બચાવી શક્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 4 દિવસમાં બમણા થઈ રહ્યા છે કોરોના કેસ, મેના અંત સુધીમાં થશે 8 લાખ દર્દી!આ પણ વાંચોઃ અમદાવાદમાં 4 દિવસમાં બમણા થઈ રહ્યા છે કોરોના કેસ, મેના અંત સુધીમાં થશે 8 લાખ દર્દી!

English summary
coronavirus 80 districts reported no new cases in last 14 days Health Ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X