For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 9887 નવા કેસ, કુલ સંક્રમિત મામલા 2 લાખ 36 હજાર

દેશમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 9887 નવા કેસ, કુલ સંક્રમિત મામલા 2 લાખ 36 હજાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના મામલામાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મહામારીનું સંકટ દરરોજ વધી રહ્યું છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે જણાવ્યું કે ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના 9887 નવા મામલા સામે આવ્યા છે અને 294 લોકોના મોત થયાં છે. આ ભારતમાં કોરોના વાયરસના મામલા અને મોતમાં એક દિવસમાં થયેલ સૌથી વધુ વધારો છે. હવે દેશમાં કોરોના પોઝિટિવ મામલાની કુલ સંખ્યા 2,36,657 થઈ ગઈ છે. જેમાં 1,15,942 સક્રિય મામલા છે જ્યારે 1,14,073 લકો ઠીક થઈ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે અને 6642 લોકોના મોત થયાં છે.

ક્યાં કેટલા મામલા

ક્યાં કેટલા મામલા

ઝારખંડમાં કરોના વાયરસના 79 નવા મામલા સામે આવ્યા છે, રાજ્યમાં કુલ મામલાની સંખ્યા હવે 922 સુધી પહોચી ગઈ છે. મૃતકોની સંખ્યા 7 છે. રાજસ્થાનમાં 222 નવા મામલા સામે આવ્યા છે, કુલ મામલાની સંખ્યા 10084 છે. સક્રિય મામલાની સંખ્યાની સંખ્યા 2507 છે. વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમા 139 મોત થયાં છે. કોરોનાના કારણે એક દિવસમાં આ સૌથી વધુ મોત છે. હવે અહીં કુલ મામલાની સંખ્યા 80229 છે. રાજ્યના મુંબઈ શહેરની વાત કરીએ તો અહીં 1159 નવા મામલા સામે આવ્યા છે અને 53 મોત થયાં છે. મુંબઈમાં પૉઝિટિવ મામલાની કુલ સંખ્યા હવે 45854 સુધી પહોંચી ગઈ છે, મૃતકોનો આંકડો 1518 છે.

દિલ્હીમાં 1330 નવા મામલા નોંધાયા

દિલ્હીમાં 1330 નવા મામલા નોંધાયા

જમ્મુ-કાશ્મીરમાં 182 નવા મામલા સામે આવ્યા છે, કાશ્મીર ડિવિઝની 108 અને જમ્મુ-ડિવિઝનથી 74 મામલા મળ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ પોઝિટિવ મામલા 3324 થઈ ગયા છે, જેમાં 2002 સક્રિય મામલા સામેલ છે. દિલ્હીમાં 1330 નવા મામલા નોંધાયા છે, કુલ પોઝિટિવ મામલાની સંખ્યા હવે 26334 થઈ ગઈ છે. મૃતકોનો આંકડો 708 પર છે.સક્રિય મામલા 15311 છે. જ્યારે હોસ્પિટલમાં દર્દી માટે બેડની કમીને લઈને પણ સ્વાસ્થ્ય મંત્રીએ સ્પષ્ટતા આપી છે.

હોસ્પિટલમાં બેડની સંખ્યાને દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે...

હોસ્પિટલમાં બેડની સંખ્યાને દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે...

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે કેટલાક ભ્રામક રિપોર્ટ છે કે દિલ્હીમાં કોવિડ-19 દર્દીઓ માટે બેડની કમી છે કેમ કે કેટલીક ખાનગી હોસ્પિટલ પ્રવેશથી ઈનકાર કરી રહી છે. હકીકત એ છે કે દિલ્હીમાં હાલ બેડની બિલકુલ કમી નથી. તેમણે કહ્યું કે કેટલાક હોસ્પિટલ સમયસર દિલ્હી કોરોના એપ પર ડેટા અપડેટ નથી કરી રહ્યા અથવા દર્દીને કોલ કરવા પર વાસ્તવિક ડેટા ખોટી રીતે રજૂ કરી રહ્યા છે.

અમુલે ચીન વિરૂદ્ધ બનાવ્યું કાર્ટુન, એકાઉન્ટ થયુ બ્લોક, વિરોધ બાદ ફરી એક્ટીવઅમુલે ચીન વિરૂદ્ધ બનાવ્યું કાર્ટુન, એકાઉન્ટ થયુ બ્લોક, વિરોધ બાદ ફરી એક્ટીવ

English summary
coronavirus: 9887 people tested covid 19 positive in last 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X