For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૌમૂત્ર પીને બિમાર પડ્યો વ્યક્તિ, ગૌમૂત્ર પાર્ટી કરનાર BJP કાર્યકર્તાની ધરપકડ

ગૌમૂત્ર વિતરણનો કાર્યક્રમ આયોજિત કરનાર ભાજપના એક કાર્યકર્તાની કોલકત્તા પોલિસે ધરપકડ કરી છે.

|
Google Oneindia Gujarati News

ગૌમૂત્ર વિતરણનો કાર્યક્રમ આયોજિત કરનાર ભાજપના એક કાર્યકર્તાની કોલકત્તા પોલિસે ધરપકડ કરી છે. આ કેસમાં પોલિસનુ કહેવુ છે કે ઉત્તર કોલકત્તાના જોરાસાખો વિસ્તારમાં સ્થાનિક ભાજપ કાર્યકર્તા નારાયણ ચેટર્જીઓ ગૌ પૂજાનો કાર્યક્રમ રાખ્યો હતો અને ગૌમૂત્ર વહેંચ્યુ હતુ. સાથે જ તેણે દાવો કર્યો હતો કે ગૌમૂત્ર પીવાથી કોરોના વાયરસથી સંક્રમિત લોકો સાજા થઈ શકે છે. ગૌશાળામાં તૈનાત એક સ્વયંસેવીએ પણ ગૌમૂત્રનુ સેવન કરી લીધુ અને તે બિમાર પડી ગયો.

ભાજપ કાર્યકર્તાની પોલિસે કરી ધરપકડ

ભાજપ કાર્યકર્તાની પોલિસે કરી ધરપકડ

ત્યારબાદ બિમાર પડેલા આ વ્યક્તિએ ચેટર્જી સામે ફરિયાદ નોંધાવી. વળી, ચેટર્જીની ધરપકડ પર ભાજપે વાંધો વ્યક્ત કર્યો અને રાજ્યની ટીએમસી સરકારે નિંદા કરી છે. પ્રદેશ ભાજપ મહાસચિવ સાયંતન બસુએ કહ્યુ કે નારાયણ ચેટર્જીએ ગૌમૂત્ર વિતરણ કર્યુ પરંતુ કોઈને છેતરીને તેને પીવા માટે નથી કહ્યુ. તેમણે કહ્યુ કે ચેટર્જીએ જ્યારે આનુ વિતરણ કર્યુ ત્યારે જણાવ્યુ કે આ ગૌમૂત્ર છે અને એ પ્રમાણિત નથી કે તે નુકશાનકર્તા છે કે નહિ.

કારણ વિના કોઈની ધરપકડ ન કરી શકે પોલિસઃ ભાજપ

કારણ વિના કોઈની ધરપકડ ન કરી શકે પોલિસઃ ભાજપ

તેમણે કહ્યુ કે પોલિસ આ રીતે કારણ વિના કોઈની ધરપકડ ન કરી શકે. આ સંપૂર્ણપણે અલોકતાંત્રિક છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે પશ્ચિમ પબંગાળમાં અમુક લોકો ગૌમૂત્ર 500 રૂપિયે પ્રતિ લિટર અને ગાયનુ ગોબર 500 રૂપિયે કિલો વેચી રહ્યા છે. તેમનો દાવો છે કે ગૌમૂત્ર પીવાથી કોરોના વાયરસ ઠીક થઈ શકે છે. 500 રૂપિયે કિલો ગોબર વેચનાર માબુદ અલીએ જણાવ્યુ હતુ કે તેને આ વિચાર દિલ્લીમાં હિંદુ મહાસભા દ્વારા આયોજિત ગૌમૂત્ર પાર્ટીમાંથી મળ્યો.

ભારતમાં કોરોના વાયરસના 150 કેસ સામે આવ્યા

ભારતમાં કોરોના વાયરસના 150 કેસ સામે આવ્યા

થોડા દિવસો અગાઉ અખિલ ભારત હિંદુ મહાસભાએ પણ દાવો કર્યો હતો કે ગૌમૂત્રથી કોરોના વાયરસથી બચી શકાય છે અને ગૌમૂત્ર પીવાની પાર્ટીનુ આયોજન કર્યુ હતુ. હિંદુ મહાસભાના ચક્રપાણિ મહારાજે પણ આ દરમિયાન ગૌમૂત્રનુ સેવન કર્યુ હતુ. આ ગૌમૂત્ર પાર્ટીનુ આયોજન નવી દિલ્લીના મંદિર માર્ગ સ્થિત અખિલ ભારત હિંદુ મહાસભા ભવનમાં કરવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યા છે અને આથા સંક્રમિત દર્દીનો આંકડો 150 સુધી પહોંચી ગયો છે. સરકારે કોરોના વાયરસના વધતા કેસોને જોતા લોકોને ભીડવાળા વિસ્તારમાં જવાથી બચવાની અપીલ કરી છે.

આ પણ વાંચોઃ ચંદીગઢમાં કોરોનાનો પહેલો કેસ, 23 વર્ષની મહિલાનો રિપોર્ટ આવ્યો પૉઝિટીવઆ પણ વાંચોઃ ચંદીગઢમાં કોરોનાનો પહેલો કેસ, 23 વર્ષની મહિલાનો રિપોર્ટ આવ્યો પૉઝિટીવ

English summary
Coronavirus: BJP worker arrested for distributing cow urine as medicine of coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X