Covid-19 Cases in India: દેશમાં એક દિવસમાં 3 હજારથી વધુ કોરોના કેસ, અચાનક વધ્યા 40 ટકા કેસ

Covid-19 Cases in India: ભારતમાં કોરોના વાયરસના કેસોમાં અચાનક ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે, 30 માર્ચે, ભારતમાં એક દિવસમાં 3016 નવા કેસ સામે આવ્યા છે. આ કોરોના કેસ છેલ્લા 6 મહિનામાં આવેલા કેસોમાં સૌથી વધુ છે. દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા વધીને 13,509 થઈ ગઈ છે. દેશમાં અચાનક કોવિડ-19ના 40 ટકા કેસ વધી ગયા છે.
ગયા વર્ષે 2 ઓક્ટોબરે કુલ 3375 કેસ નોંધાયા હતા. ગુરુવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 14 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં ત્રણ, દિલ્હીમાં બે, હિમાચલ પ્રદેશમાં એક અને કેરળમાં આઠ લોકોના મોત થયા છે. ભારતમાં કોવિડ-19ને કારણે અત્યાર સુધીમાં 5,30,862 લોકોના મોત થયા છે.
દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે ગુરુવારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ દિલ્હી સરકારના અધિકારીઓએ જણાવ્યુ કે સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ આજે બપોરે સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ અને નિષ્ણાત ડૉક્ટરો સાથે બેઠક કરશે. બુધવારે દિલ્હીમાં 300થી વધુ કોરોના કેસ નોંધાયા હતા. બીજી તરફ મંગળવારે 214 નવા કોરોના કેસ નોંધાયા છે, સોમવારે 115, રવિવારે 153, શનિવારે 139 કેસ નોંધાયા હતા.












Click it and Unblock the Notifications
