Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દેશમાં છેલ્લા 24 કલાકમાં આવ્યા 8,392 નવા કેસ, કુલ કેસ 1 લાખ 90 હજારને પાર

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 8,392 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે અને 230 મોત થયા છે.

દેશમાં આજથી લૉકડાઉનનો પાંચમો તબક્કો શરૂ થઈ ગયો છે. જેમાં ઘણા પ્રકારની છૂટ આપવામાં આવી છે. આ દરમિયાન કોરોના વાયરસ(કોવિડ-19) સંક્રમણનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. સોમવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 8,392 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે અને 230 મોત થયા છે. દેશમાં હવે કુલ કેસોની સંખ્યા વધીને 1,90,535 થઈ ગઈ છે જેમાં 93322 સક્રિય કેસ, 91819 રિકવર/ડિસ્ચાર્જ/માઈગ્રન્ટ અને 5394 મોત શામેલ છે.

મહારાષ્ટ્રમાં કુલ કેસ 67655

મહારાષ્ટ્રમાં કુલ કેસ 67655

છત્તીસગઢમાં કોરોના વાયરસના કેસોની કુલ સંખ્યા 503 થઈ ગઈ છે. આમાં 383 સક્રિય કેસ, 114 ડિસ્ચાર્જ અને 1નુ મોત શામેલ છે. હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 18 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંખ્યા 331 થઈ ગઈ છે. વળી, મૃતકોનો આંકડો 5 પર સ્થિર છે. અહીં સૌથી વધુ કેસ 111 હમીરપુર, 87 કાંગડા, 38 ઉના, 30 સોલન અને 20 ચંબામાં નોંધાયા છે. અહીં સક્રિય કેસ 206 છે. બિહારની વાત કરી તો અહીં કોરોના વાયરસ સંક્રમણના 242 નવા કેસ નોંધવામાં આવ્યા છે ત્યારબાદ રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 3807 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 2487 નવા કેસ નોંધાયા બાદ કુલ કેસ 67655 થઈ ગયા છે જ્યારે મૃતકોનો આંક઼ડો 89 વધીને 2286 થઈ ગયો છે. અહીં સક્રિય કેસો 36031 છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,248 કોરોના વાયરસના દર્દી રિકવર થયા બાદ કુલ 29329 દર્દી રિકવર/ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.

ગુજરાતમાં સક્રિય કેસોની સંખ્યા 5822

ગુજરાતમાં સક્રિય કેસોની સંખ્યા 5822

મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમણના 198 નવા કેસ નોંધાયા બાદ કુલ સંખ્યા 8089 થઈ ગઈ છે. અહીં સૌથી વધુ 3486 કેસ ઈન્દોક 1467 ભોપાલ અને 670 ઉજ્જૈનથી સામે આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 350 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 4842 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. ગુજરાતમાં સક્રિય કેસોની સંખ્યા 5822 થઈ ગઈ છે જેમાં 4420 કેસ અમદાવાદના છે. સુરતમાં 449, વડોદરામાં 409 સક્રિય કેસ છે. વળી, અત્યાર સુધી 9919 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. રાજ્યમાં વાયરસથી 1038 લોકોના મોત થઈ ગયા છે.

રાજસ્થાનમાં કુલ સંખ્યા 8831

રાજસ્થાનમાં કુલ સંખ્યા 8831

ઉત્તરાખંડમાં 158 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંખ્યા 907 થઈ ગઈ છે. રાજસ્થાનમાં રવિવાર રાત સુધી કોરોના સંક્રમણના 214 નવા કેસ નોંધાયા બાદ કુલ સંખ્યા 8831 થઈ ગઈ છે. ઝારખંડમાં 16 કેસ આવ્યા બાદ કુલ કેસોની સંખ્યા 610 થઈ ગઈ. રાજધાની દિલ્લીમાં સતત ચોથા દિવસે લગભગ એક હજાર નવા કેસ નોંધવામાં આવ્યા. અહીં છેલ્લા 24 કલાકમાં 1295 નવા કેસ સામે આવ્યા છે જે બાદ અહીં કુલ કેસ 19,844 થઈ ગયા છે. અત્યાર સુધી કોરોના વાયરસથી 473 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં જ 13 લોકોના મોત થયા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X