5 લાખને પાર પહોંચી કોરોના દર્દીઓની સંખ્યા, 24 કલાકમાં મળ્યા 18552 નવા કેસ

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના સતત વધતા કેસોના કારણે સ્થિતિ સામાન્ય નથી જણાઈ રહી. જુઓ આંકડા.

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના સતત વધતા કેસોના કારણે સ્થિતિ સામાન્ય નથી જણાઈ રહી. આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સંક્રમણના સર્વાધિક 18,552 નવા કેસ સામે આવ્યા છે અને 384 દર્દીઓા મોત થઈ ગયા છે. હવે દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 5,08,953 છે. તેમાં 1,97,387 સક્રિય કેસ છે જ્યારે 2,95,881 રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત કેસ છે. અત્યાર સુધી આ મહામારીથી 15,685 લોકોના મોત થઈ ગયા છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર દેશમાં 26 જૂન, 2020 સુધી કુલ 79,96,707 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. 26 જૂને 2,20,479 સેમ્પલનો ટેસ્ટ થયો છે.

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા 65,829

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા 65,829

મહારાષ્ટ્ર્રમાં કોરોના વાયરસથી 175 મોત થયા અને 5024 નવા કેસ સામે આવ્યા છે. 175માંથી 91મોત છેલ્લા 48 કલાકમાં થયા છે અને 84 મોત તે પહેલાના છે પરંતુ આજે નોંધવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 65,829 છે. વળી, સૌથી પ્રભાવિત શહેર મુંબઈમાં 1297 નવા કેસ સામે આવ્યા અને 44 લોકોના મોત થયા છે. અહીં હવે કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને 72,287 થઈ ગઈ છે. વળી, મોતનો આંકડો 4,177 છે. હિમાચલ પ્રદેશમાં કોરોના કેસોની કુલ સંખ્યા વધીને 864 થઈ ગઈ છે. ઝારખંડમાં 29 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હવે કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને 2294 થઈ ગઈ છે. આમાં 1647 રિકવર થઈ ચૂક્યા છે અને 12 મોત શામેલ છે.

રાજસ્થાનમાં કોરોના દર્દીઓની સંખ્યા 16,660

રાજસ્થાનમાં કોરોના દર્દીઓની સંખ્યા 16,660

રાજસ્થાનની વાત કરીએ તો અહીં કોરોના વાયરસના 364 નવા કેસ સામે આવ્યા છે અને 1 મોત થયુ છે. રાજ્યમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને 16,660 થઈ ગઈ છે. કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા 3218 છે અને કોરોના વાયરસથી થતા મોતનો આંકડો 380 છે. દિલ્લીમાં કોરોના વાયરસથી 63 લોકોના મોત થયા અને 3460 નવા કેસ સામે આવ્યા છે. રાજધાનીમાં હવે કોરોના વાયરસના કેસોની કુલ સંખ્યા 77,240 છે જેમાં 47,091 રીકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત કેસ, 27,657 સક્રિય કેસ અને 2492 મોત શામેલ છે. મધ્ય પ્રદેશમાં 203 નવા કેસ સામે આવ્યા છે અને 4 મોત થયા છે. રાજ્યમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને 12,798 થઈ ગઈ છે અને કોરોના વાયરસ સક્રિય કેસોની સંખ્યા 2448 છે. વાયરસથી થતા મોતનો આંકડો 546 છે.

ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યા 30,158

ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યા 30,158

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 580 નવા કેસ સામે આવ્યા છે અને 18 લોકોના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને 30,158 થઈ ગઈ છે જેમાં 22,038 રિકવર/ડિસ્ચાર્દ થઈ ચૂકેલા કેસ અને 1772 મોત શામેલ છે. આ ઉપરાંત કર્ણાટકમાં 445 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હવે કોરોના પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 11,005 છે જેમાં 6,916 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. 3905 સક્રિય કેસ છે અને 180 મોત થયા છે. પંજાબમાં કોરોના સંક્રમણના 188 નવા કેસ સામે આવ્યા છે. હવે અહીં પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને 4957 થઈ ગઈ છે. જ્યારે કોરોના વાયરસથી થતા મોતનો આંકડો 122 છે. હરિયાણામાં 421 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને 12,884 થઈ ગઈ છે જેમાં 4657 સક્રિય કેસ શામેલ છે. અહીં અત્યાર સુધી 211 દર્દીઓના આ મહામારીથી મોત થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X