For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક વાર ફરીથી તૂટ્યો કોરોના વાયરસનો રેકોર્ડ, 24 કલાકમાં મળ્યા 96 હજારથી વધુ નવા કેસ

દેશમાં કોરોના વાયરસના વધતા કેસો મામલે દરેકની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જાણો આંકડા..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના વધતા કેસો મામલે દરેકની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આજે એક વાર ફરીથી સંક્રમણના નવા કેસ રેકોર્ડ સંખ્યામાં નોંધવામાં આવ્યા છે અને કુલ કેસ 45 લાખથી વધુ થઈ ગયા છે. આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 96,551 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 1209 દર્દીઓના મોત થયા છે. હવે દેશમાં કુલ કેસોની સંખ્યા 45,62,415 થઈ ગઈ છે જેમાં 9,43,480 સક્રિય કેસ, 35,42,664 રિકવર કેસ અને 76,271 મોત શામેલ છે.

દર્દીઓમાં 100 ટકાથી વધુ વૃદ્ધિ થઈ

દર્દીઓમાં 100 ટકાથી વધુ વૃદ્ધિ થઈ

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 29 દિવસોમાં રિકવરી અને ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. દર્દીઓમાં 100 ટકાથી વધુ વૃદ્ધિ થઈ છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)અનુસાર, 10 સપ્ટેમ્બરસુધી કોરોના વાયરસ માટે કુલ 5,40,97,975 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 11,63,542 સેમ્પલ ગુરુવારે ટેસ્ટ કરાયા. હિમાચલ પ્રદેશમાં 24 કલાકમાં 64 નવા કેસ નોંધવામાં આવ્યા. રાજ્યમાં કુલ કેસ 8466 છે જેમાંથી 2723 સક્રિય કેસ, 5666 રિકવર અને 64 મોત શામેલ છે. મધ્ય પ્રદેશમાં 2187 નવા કેસ અને 21 મોત નોંધવામાં આવી છે. કુલ કેસ હવે 81,379 છે જેમાં 1661 મોત અને 18,433 સક્રિય કેસ શામેલ છે.

મહારાષ્ટ્રમાં કુલ કેસ 9,90,795

મહારાષ્ટ્રમાં કુલ કેસ 9,90,795

મહારાષ્ટ્રમાં 23,446 નવા કેસ, 448 મોત અને 14,253 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ કેસ વધીને 9,90,795 થઈ ગયા છે અને સક્રિય કેસ 2,61,432 છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 7042 નવા કેસ અને 94 મોત નોંધવામાં આવી છે. રાજ્યમાં કુલ કોરોના કેસ 2,92,029 થઈ ગયા છે જેમાં 4206 મોત અને 2,21,506 ડિસ્ચાર્જ કેસ શામેલ છે. હરિયાણામાં કેસની કુલ સંખ્યા 85,944 થઈ ગઈ છે જેમાં 907 મોત અને 18,332 સક્રિય કેસ શામેલ છે. ચંદીગઢમાં આજે 283 નવા કોવિડ-19 કેસ અને 3 મોત નોંધવામાં આવ્યા છે. 2573 સક્રિય કેસ, 4331 ડિસ્ચાર્જ અને 80 મોત સહિત હવે કુલ કેસની સંખ્યા 6987 છે.

ઉત્તરાખંડમાં કોરોના કેસની સંખ્યા 28,226

ઉત્તરાખંડમાં કોરોના કેસની સંખ્યા 28,226

જમ્મુ અને કાશ્મીરમાં એક દિવસમાં 1592 નવા કોવિડ-19 કેસ સામે આવ્યા છે. જમ્મુમાં 770 અને કાશ્મીરમાં 822. કુલ કેસોની સંખ્યા હવે 49,134 છે જેમાંથી 14,074 સક્રિય કેસ, 34,215 રિકવર કેસ અને 845 મોત શામેલ છે. ઉત્તરાખંડમાં 1015 કેસ સાથે કોરોના કેસની સંખ્યા 28,226 થઈ ગઈ છે જેમાં 377 મોત અને 18,783 રિકવરી શામેલ છે. પુડુચેરીમાં 452 નવા કોવિડ-19 કેસ સામે આવ્યા છે જેમાં 13,389 રિકવરી અને 353 મોત શામેલ છે. ઓરિસ્સામાં કોવિડ-19ના 3991 નવા કેસ, 3110 રિકવરી અને 11 મોત નોંધવામાં આવ્યા છે. હવે કુલ કેસ 1,39,121 છે જેમાં 1,05,295 રિકવર, 33,182 સક્રિય અને 591 મોત શામેલ છે.

BJPમાં શામેલ થયા કંગનાની મા, કહ્યુ - પીએમે સુરક્ષા આપી જીત્યુ દિલ, હવે અમે ભાજપના થયાBJPમાં શામેલ થયા કંગનાની મા, કહ્યુ - પીએમે સુરક્ષા આપી જીત્યુ દિલ, હવે અમે ભાજપના થયા

English summary
Coronavirus cases in india now at 4562415, news 96551 cases in last 24 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X