દિલ્લીમાં કોરોનાએ વેગ પકડતા CM કેજરીવાલે કહ્યુ - અમે 3 મહિનામાં આખી દિલ્લીને વેક્સીન લગાવી શકીએ
દિલ્લીમાં કોવિડ-19ના વધતા કેસોને જોતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્લીમાં બધી ઉંમરના લોકો માટે કોરોના વેક્સીન લગાવવાની વાત કહી છે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. આ સાથે જ રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં પણ કોરોના વાયરસના મામલે ઝડપથી વધી રહ્યા છે. દિલ્લીમાં ગુરુવારે(18 માર્ચ) એક દિવસમાં 607 નવા કોવિડ-19ના કેસ સામે આવ્યા છે. આ પહેલા વર્ષ 6 જાન્યુઆરી 2021ના રોજ દિલ્લીમાં 654 કોરોના કેસ સામે આવ્યા હતા. દિલ્લીમાં કોવિડ-19ના વધતા કેસોને જોતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્લીમાં બધી ઉંમરના લોકો માટે કોરોના વેક્સીન લગાવવાની વાત કહી છે. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે તે ત્રણ મહિનામાં ચાર ગણુ કામ કરવા આખી દિલ્લીને વેક્સીન લગાવી શકે છે. સીએમ અરવિંદ કેજરીવાલે આના માટે કેન્દ્ર સરકારને અપીલ કરી છે.

દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે કહ્યુ, 18 વર્ષથી ઓછી ઉંમર અને અમુક મેડિકલ કંડીશનવાળા લોકોને છોડીને બધા માટે અમે કોરોના વેક્સીનેશન શરૂ કરી દેવુ જોઈએ. જો આજે કેન્દ્ર સરકાર આ રોક હટાવી દે તો અમે 3 મહિનાની અંદર આખી દિલ્લીને વેક્સીન લગાવી શકીએ છીએ. ત્રણ મહિનામાં આખી દિલ્લીને કોરોના વેક્સીન લગાવવામાં આવશે તેની યોજના વિશે સીએમ કેજરીવાલે જણાવ્યુ કે દિલ્લીને વેક્સીનેશન માટે અમારી સરકાર યુદ્ધના ધોરણે કામ કરશે. સીએમ કેજરીવાલે કહ્યુ કે દિલ્લીમાં વેક્સીનેશન યુદ્ધ સ્તરે લાગશે.
હવે 30,000થી વધાને પ્રતિ દિવસ 1.25 લાખ લોકોને વેક્સીન લગાવવામાં આવશે. વેક્સીનેશન સેન્ટરને પણ 500થી ડબલ કરીને એક હજાર કરી દેવામાં આવશે. સીએમ કેજરીવાલે કહ્યુ કે કેન્દ્ર સરકારને અપીલ છે કે વેક્સીનેશન ગાઈડલાઈન્સમાં થોડી રાહત આપે જેથી વધુને વધુ વેક્સીનેશન સેન્ટર ખોલી શકાય. સીએમ કેજરીવાલે કહ્યુકે દેશમાં વધતા કોરોના કેસોને જોતા દિલ્લીમાં કોરોના કેસોમાં સામાન્ય વધારો થયો છે. જો કે ગભરાવાની કોઈ વાત નથી. અમારી સરકાર આના માટે જરૂરી બધા પગલાં લઈ રહી છે. આખી દિલ્લીમાં કોરોના ટ્રેકિંગ, ટ્રેસિંગ અને હોમ આઈસોલેશનને કડકાઈથી લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સીએમ કેજરીવાલે લોકોને અપીલ કરી છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટંસીંગનુ કડકાઈથી પાલન કરો.












Click it and Unblock the Notifications
