કોરોના ડેલ્ટા વેરિઅંટ બાકી અન્ય વેરિઅંટ પર પડી રહ્યો છે ભારે, દુનિયાભરમાં બન્યો ચિંતાનુ કારણઃ WHO

કોરોના વાયરસનો ડેલ્ટા વેરિઅંટ દુનિયાભરના બાકી વેરિઅંટથી ઘણો વધુ ખતરનાક છે.

નવી દિલ્લીઃ કોરોના વાયરસનો ડેલ્ટા વેરિઅંટ દુનિયાભરના બાકી વેરિઅંટથી ઘણો વધુ ખતરનાક છે. વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)ના કોવિડ-19 પર ટેકનિકલ નેતૃત્વ મારિયા વાન કેરખોવે કહ્યુ છે કે કોવિડ-19નો ડેલ્ટા વેરિઅંટ દુનિયાભરમાં ચિંતાનુ કારણ બની રહ્યો છે. ડેલ્ટા વેરિઅંટ આલ્ફા, બીટા અને ગામા વેરિઅંટને મ્હાત આપી રહ્યો છે અને બાકી અન્ય વેરિઅંટથી વધુ જાનલેવા સાબિત થઈ રહ્યો છે. વાન કેરખોવે કહ્યુ કે ડેલ્ટા વેરિઅંટ પણ સમય સાથે વધુ મજબૂત થતો જઈ રહ્યો છે અને હવે સક્રિય રીતે અન્ય બધા કોવિડ-વેરિઅંટને પ્રચલનમાં બદલી રહ્યો છે.

covid

ડબ્લુયએચઓએ કહ્યુ છે કે વર્તમાનમાં આલ્ફા, બીટા અને ગામા વેરિઅંટ બધાના કેસ ઘટી ગયા છે પરંતુ દુનિયાભરમાં મુખ્ય રીતે ડેલ્ટા વેરિઅંટ ચિંતાનુ કારણ બનેલો છે. કેરખોવે એક સોશિયલ મીડિયા ઈન્ટરેક્શન દરમિયાન કહ્યુ, 'ડેલ્ટા પહેલાથી વધુ ખતરનાક અને શક્તિશાળી થઈ ગયો છે અને તે બાકી વેરિઅંટ સાથે પ્રતિસ્પર્ધા કરી રહ્યો છે, તે અન્ય વાયરસની જગ્યા લઈ રહ્યો છે.' દુનિયાભરના 185 દેશોમાં ડેલ્ટાની શોધ કરવામાં આવી ચૂકી છે.

ડેલ્ટા વેરિઅંટે ભારતમાં કોરોનાની બીજી લહેરમાં ઘણો વિનાશ કર્યો છે. ડેલ્ટા વેરિઅંટના કારણે કોરોનાના કેસ ભારતમાં ઘણા વધી ગયા હતા અને અમેરિકામાં પણ વધુ કોવિડ-19 કેસ થઈ ગયા હતા. ડબ્લ્યુએચઓએ કહ્યુ છે કે ડેલ્ટા વેરિઅંટ આલ્ફા, બીટા, ગામા સાથે-સાથે ત્રણ અન્ય વેરિઅંટ એટા, ઈઓટા અને કપ્પા પર પણ ભારે પડી રહ્યો છે. ડેલ્ટા વેરિઅંટ એ દર્શાવે છે કે વૈશ્વિક સાર્વજનિક આરોગ્યનો ખતરો હજુ ઘટ્યો નથી. જોખમ હજુ યથાવત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X