For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિસર્ચમાં દાવો, ભારતમાં બતાવેલી સંખ્યાથી ઘણા વધુ છે કોરોના વાયરસના દર્દી

એક રિસર્ચમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં કોરોના વાયરસ સાથે જોડાયેલ જે આંકડા સામે આવી રહ્યા છે તેનાથી ઘણા વધુ લોકો આનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના વાયરસ(કોવિડ-19)થી અત્યાર સુધી 414 લોકોના મોત થઈ ચૂક્યા છે. રોજ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. કોરોના પર કાબુ મેળવવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ 21 દિવસનુ લૉકડાઉન 3 મે સુધી લંબાવી દીધુ છે. વળી, દુનિયાભરમાં અત્યાર સુધી કોરોનાતી 1 લાખ 34 હજારથી વધુ લોકોના મોત થી ચૂક્યા છે જ્યારે 20 લાખથી વધુ લોકો સંક્રમિત છે. આ દરમિયાન એક રિસર્ચમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં કોરોના વાયરસ સાથે જોડાયેલ જે આંકડા સામે આવી રહ્યા છે તેનાથી ઘણા વધુ લોકો આનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

covid-19

વાસ્તવમાં ઘણા દેશોના ડેટા દ્વારા વૈજ્ઞાનિક એ અનુમાન લગાવવાની કોશિશ કરી રહ્ય છે કે છેવટે આ બિમારીથી કેટલા લોકોના મોત થઈ શકે છે. હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર આ રિસર્ચ લંડન સ્થિત ઈમ્પીરિયલ કોલેજમાં કરવામાં આવ્યો છે. આમાં દાવો કરવામાં આવ્યો છે કોવિડ-19 વાયરસ ચૂપચાપ લોકોને પોતાની પકડમાં લઈ રહ્યો છે. આના લક્ષણ ઘણા લોકોમાં બહુ મોડેથી દેખાય છે. આમાં લખ્યુ છે કે સરકાર ધીમે ધીમે લૉકડાઉન ઘટાડવા માટે અત્યારે સ્પષ્ટ આંકડા જાણવાની જરૂર છે પરંતુ આ કામ એટલુ મુશ્કેલ બની રહ્યુ છે કારણકે ઘણા લોકોમાં લક્ષણ હજુ નથી દેખાઈ રહ્યા પરંતુ બાદમાં દેખાઈ શકે છે.

રિસર્ચ અનુસાર 22 માર્ચથી લઈને આગલા 7 દિવસ સુધી ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 16,800-23,600 વચ્ચે હતી પરંતુ સરકાર તરફથી આ આંકડો માત્ર2395 જણાવવામાં આવ્યો. આ રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે 11 એપ્રિલ સુધી ભારતમાં 119-567 લોકોના મોત થઈ જશે. પરંતુ ગયા શનિવાર સુધી આ આંકડો 288 પર હતો. ગુરુવાર સુધી ભારતમાં કુલ સંક્રમિત કેસોની સંખ્યા વધીને 12,380 થઈ ગઈ છે, જ્યારે 414 લોકોના મોત થયા છે. શોધમાં જણાવવામાં આવ્યુ છે કે આ આંકડા એટલા માટે ઓછા આવી રહ્યા છે કારણકે કોરોના વાયરસના લક્ષણ દર્દીઓમાં ઘણા મોડેથી દેખાઈ રહ્યા છે. લોકોને ખબર જ નથી પડી રહી કે તે આનાથી સંક્રમિત છે અને આના કારણે આવા લોકો તપાસ નથી કરાવી રહ્યા. આ સાથે જ દેશમાં કોરોના વાયરસની તપાસ ઘણી ઓછી થઈ રહી છે. શરૂઆતમાં ભારતમાં જ નહિ પરંતુ દુનિયાના બાકીના દેશોમાં પણ એ લોકોની તપાસ કરવામાં આવી જે વિદેશથી પાછા આવ્યા હતા.

આ સાથે જ રિસર્ચમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે લૉકડાઉન પહેલા ભારતમાં સંક્રમિત દર્દીઓનો રેશિયો 4નો હતો. પરંતુ હવે આ ઘટીને 3 પરઆવી ગયો છે. એટલે કે દરેક દર્દીથી સરેરાશ 3 દર્દી સંક્રમિત થઈ રહ્યા છે. બિમારીને ફેલાવાથી રોકવા માટે એ જરૂરી છે કે સંક્રમિત દર્દીઓની સંખ્યા 1થી નીચે આવી જાય. હાલમાં રોજ ઝડપથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે.

આ પણ વાંચોઃ લૉકડાઉનમાં લોકોએ ખૂબ ખરીદ્યા કૉન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓઃ રિપોર્ટઆ પણ વાંચોઃ લૉકડાઉનમાં લોકોએ ખૂબ ખરીદ્યા કૉન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓઃ રિપોર્ટ

English summary
coronavirus have silently infected more people than reported asks study covid-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X