For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ માંગ્યા કોરોના વાયરસથી બચાવના સૂચન, મળશે 1 લાખનુ ઈનામ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામે લડવા માટે લોકો પાસે સૂચનો માંગ્યા છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામે લડવા માટે લોકો પાસે સૂચનો માંગ્યા છે. પીએમ મોદીએ સોમવારે સાંજે કરેલા ટ્વિટમાં કહ્યુ કે ઘણા લોકો કોવિડ-19 માટે ટેકનોલોજી દ્વારા સમાધાન શેર કરી રહ્યા છે. હું તેમને mygovindia પર સૂચન શેર કરવાની અપીલ કરુ છુ. તમારો આ પ્રયાસ ઘણી રીતે મદદ કરી શકે છે.

એક લાખનુ ઈનામ પણ આ ચેલેન્જમાં

એક લાખનુ ઈનામ પણ આ ચેલેન્જમાં

વિજેતાઓને રોકડા એક લાખ રૂપિયા સુધીના પુરસ્કાર આપવામાં આવશે. mygovindiaના પેજ પર આપેલ ચેલેન્જમાં કહેવામાં આવ્યુ છે કે સ્થાનક રીતે વાયરસના પ્રસારને રોકવામાં સૌથી મહત્વનુ છે નાગરિકોનો યોગ્ય માહિતી અને સાવચેતી સાથે જાગૃતિ. અમે એ વ્યક્તિઓ અને કંપનીઓ વિશે માહિતી મેળવી રહ્યા છે. જેમની પાસે સમાધાન, જૈવ સૂચના વિજ્ઞાન, ડેટાસેટ માટે એપ્સ છે જેની મદદથી કોરોના વાયરસ સામે મજબૂત લડાઈ લડી શકાય છે.

સાંસદોને પણ કહ્યુ - કોરોના પર જાગૃતિ ફેલાવો

કોરોના વાયરસના જોખમ સામે લડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદોને કોરોના વાયરસ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવા માટે પણ કહ્યુ છે. પ્રધાનમંત્રીએ ભાજપની સંસદીય દળની બેઠકમાં આ વાત કહી. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ બેઠક બાદ પત્રકારોને કહ્યુ કે પ્રધાનમંત્રીએ કોરોના વાયરસ સામે લડવા માટે ડૉક્ટરો, નર્સો અને આરોગ્યકર્મીઓની સખત મહેનત તેમજ યોગદાનની પ્રશંસા કરી. તેમણે જણાવ્યુ કે બજેટ સત્રનો સમય ઘટાડવામાં નહિ આવે અને તે પૂર્વ નિર્ધારિત વ્યવસ્થા અનુસાર ત્રણ એપ્રિલ સુધી ચાલશે.

ભારતમાં કોરોના સંક્રમણના 129 કેસ

ભારતમાં કોરોના સંક્રમણના 129 કેસ

ભારતમાં કોરોના વાયરસનથી સંક્રમત થનાર લોકોની સંખ્યા વધીને 129 થઈ ચૂક છે. કોરોનાના કેસ રોજ વધી રહ્યા છે. ભારતમાં ત્રણ લોકોના મોત પણ કોરોનાના કારણે થઈ ચૂક્યા છે. ભારતમાં સૌથી વધુ કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. દિલ્લીમાં આને મહામારી ઘોષિત કરવામાં આવી ચૂકી છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ કોવિડ-19ને મહામારી ઘોષિત કરી દીધી છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર દુનયાભરમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 5746 લોકોના મોત થઈ ચૂક્યા છે અને આ ઘાતક વાયરસ 146દેશોને પોતાની ચપેટમાં લઈ ચૂક્યુ છે. ચીન, ઈટલી અને ઈરાનમાં સૌથી વધુ તબાહી થઈ રહી છે. વળી, ભારત, પાકિસ્તાન, અમેરિકા અને બીજા ઘણા દેશોમાં આના કેસ વધી રહ્યા છે.

આ પણ વાંચોઃ યુવાન અને સુંદર દેખાવા માટે આ આદતો પર લગાવો લગામ, પછી જુઓ પરિણામઆ પણ વાંચોઃ યુવાન અને સુંદર દેખાવા માટે આ આદતો પર લગાવો લગામ, પછી જુઓ પરિણામ

English summary
Coronavirus in india narendra modi calls for innovative ideas to check corona
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X