For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં 500થી વધુના મોત, સંક્રમિતોની સંખ્યા 15712

ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં 500થી વધુના મોત, સંક્રમિતોની સંખ્યા 15712

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રવિવારે તાજા આંકડા મુજબ, ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા વદીને 15712 થઈ ગઈ છે. જ્યારે પાછલા 24 કલાકમાં કોરોનાના 1334 નવા મામલા સામે આવ્યા ચે અને 27 લોકોના મોત થયાં છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 507 લોકોના મોત થઈ ચૂક્યાં છે. જો કે, થોડી રાહતવાળી વાત એ છે કે 2231 દર્દી આ બીમારીને હરાવવામાં સફળ થઈ છે. પાછલા 24 કલાકમાં 239 લોકો ઠકી થયા છે. જણાવી દઈએ કે કોરોના સંક્રમણને રોકવા માટે દેશમાં લગાવવામા આવેલ લૉકડાઉનને 3 મે સુધી વધારી દીધું છે.

કોરોના પર કાબૂ મેળવવામાં નાકામ નોઈડા-ગ્રેટર નોઈડાના સીએમઓ હટાવાયા

કોરોના પર કાબૂ મેળવવામાં નાકામ નોઈડા-ગ્રેટર નોઈડાના સીએમઓ હટાવાયા

કોરોના નિયંત્રમણમાં સંપૂર્ણપણે ફેલ રહેલા નોઈડા-ગ્રેટર નોઈડાના સીએમઓને હટાવી દેવામાં આવ્યા છે. ગૌતમબુદ્ધ નગરમાં એક મહિનામાં ત્રીજા મુખ્ય ચિકિત્સા અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. ડૉ અનુરાગ ભાર્ગવ અને ડૉ એપી ચતુર્વેદી બાદ દીપક ઓહરી ત્રીજા સીએમઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. ગૌતમબુદ્ધ નગરમાં કોરોના વાયરસના સર્વાધિક 95 પોઝિટિવ કેસ મળવા, એક દર્દીની આત્મહત્યા અને સંક્રમણ પર કોઈ પ્રભાવી રોકથામ મેળવવામાં નાકામ રહેવાથી અસંતુષ્ટ રાજ્ય સરકારે ડૉ એપી ચતુર્વેદી મુખ્ય ચિકિત્સા અધિકારીના પદેથી હટાવી તેમના બદા અદિકાર લઈ લીધા છે.

કોરોના પોઝિટિવ મામલામાં 30 ટકા દર્દી તબલીગી જમાતથી

કોરોના પોઝિટિવ મામલામાં 30 ટકા દર્દી તબલીગી જમાતથી

દેશભરના કોરોનાના કુલ પોઝિટિવ દર્દીમાંથી લગભગ 30 ટકા દર્દી તબલીગી જમાત સાથે જોડાયેલા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધીમાં 3 હજારથી વધુ મામલા તબલીગી જમાત સાથે જોડાયેલા છે અને દર્દીની સંખ્યા સતત વધી રહી ચે. અત્યાર સુધીના આંકડામાં 4291 મામલા દિલ્હીના નિજામુદ્દીનના તબ્લીગીથી જોડાયેલા છે અને કુલ આવેલા મામલામાં જમાતના 30 ટકા મામલા છે. જાણકારી મુજબ આસામના 91 ટકા તમિલનાડુના 84 ટકા, અંદામાનના 83 ટકા, તેલંગાણાના 79 ટકા, દિલ્હીના 63 ટકા, મધ્ય પ્રદેશના 61 ટકા અને ઉત્તર પ્રદેશના 59 ટકા મામલા તબ્લીગી જમાત સાથે જોડાયેલા છે.

સરકારે FDI નિયમો આકરા કર્યા

સરકારે FDI નિયમો આકરા કર્યા

કોરોના મહામારી દરમિયાન ચીનની રોકાણકાર અને ભારતીયો કંપનીઓના ટેકઓવરને રોકવા માટે સરકારે મોટા પગલાં ઉઠાવતા એફડીઆઈ નિયમોમાં મોટા બદલાવ કર્યા છે. આ બદલાવ બાદ કોઈપણ વિદેશી કંપની કોઈ ભારતીય કંપનીનું અધિગ્રહણ અને વિલય નહિ કરી શકે. દુનિયાભરમાં ચાલી રહેલ કોરોના સંકટને પગલે વૈશ્વિક અર્થવ્યવસ્થાની સાથે જ ભારતીય અર્થવ્યવસ્થાને પણ ધક્કો લાગ્યો છે. એવામાં ભારતીય કંપનીઓ વિશે બજાર પૂંજીકરણ ઘણું ગગડ્યું છે. સરકારને લાગે છે કે કોઈ વિદેશી કંપની આ મોકાનો ફાયદો ઉઠાવતા મોકાપરસ્ત તરીકે કોઈ દેસી કંપનીનું અધિગ્રહણ કરી શકે છે અને તેને ખરીદી શકે છે. ત્યારે સરકારે નિયમોમાં સખ્તાઈ કરતા સ્પષ્ટ કરી દીધું કે જે કોઈપણ દેશ ભારતીય સીમાની નજીક છે તે સરકારની મંજૂરી બાદ જ આવું કરી શકશે.

મુસલમાનોના નરસંહાર માટે સરકાર કોરોનાનો ઉપયોગ કરી રહી છેઃ અરુંધતિ રોયમુસલમાનોના નરસંહાર માટે સરકાર કોરોનાનો ઉપયોગ કરી રહી છેઃ અરુંધતિ રોય

English summary
coronavirus: india death toll at 507, cases reach 15712
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X