Coronavirusએ ગતિ પકડી, સ્પેનને પછાડી ભારત પાંચમા નંબરે

Coronavirusએ ગતિ પકડી, સ્પેનને પછાડી ભારત પાંચમા નંબરે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. પાછલા એક અઠવાડિયામાં કોરોના વાયરસે ગતિ પકડી લીધી છે. હાલાત એવા છે કે દેશમાં કોરોના વાયરસના મામલા સ્પેનથી પણ આગળ નીકળી ગયા છે. દુનિયાભરમાં કોરોના વાયરસથી પ્રભાવિત દેશોમાં હવે ભારત પાંચમા નંબરે પહોંચી ગયું છે. કોરોના વાયરસના મામલામાં ભારતે સ્પેનને પાછળ છોડી દીધું છે. શનિવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ભારતે સ્પેનને પાછળ છોડી કોરોના વાયરસ વૈશ્વિક મહામારીથી સૌથી વધુ ખરાબ રીતે પ્રભાવિત દુનિયાનો પાંચમો દેશ બની ગયો છે.

coronavirus

ભારતમાં કોવિડ 19 સંકરમણના મામલા તેજીથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસની સંખ્યા વધીને 2 લાખ 45 હજાર 670 થઈ ગઈ છે. જ્યારે દેશભરમાં અત્યાર સુધી 6600થી વધુ લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે. જો માત્ર 24 કલાકના આંકડાઓ પર નજર નાખીએ તોપાછલા 24 કલાકમાં ભારતમા ંકોરોનાના મામલાને પગલે ભારત ઈટલી અને સ્પેનથી પણ આગળ નીકળી ગયું છે. સ્પેનમાં કોરના સંક્રમણના મામલા 2 લાખ 41 હજાર 310 ને પાર પહોંચી ચૂક્યા છે જ્યારે ભારતમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના મામલા 2 લાખ 46 હજાર 549ને પાર પહોંચી ચૂક્યા છે. ભારતથી આગળ બ્રિટન, રશિયા, બ્રાઝીલ અને અમેરિકા છે. માત્ર 24 કલાકમા ંકરોનાના 9887 નવા દર્દી સામે આવી ચૂક્યા છે, જ્યારે 294 લોકોના મોત થયાં છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ દેશમાં એક લાખ 15 હજાર 942સંક્રમિત દર્દીઓનો ઈલાજ ચાલી રહ્યો છે. જ્યારે 1 લાખ 14 હજાર 72 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. દેશમા કોરોના દર્દીની સંખ્યામાંથી 48.20 ટકા દર્દી સાજાથઈ ગયા છે. ભારતમાં સૌથી વધુ 2849 મોત મહારાષ્ટ્રમાં થયાં જે બાદ ગુજરાતમાં 1190, જે બાદ દિલ્હીમાં 708 કોરોના દર્દીના મોત થયાં છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વાર ઉપલબ્ધકરાવવામા આવેલી જાણકારી મુજબ ભારતમાં કોરોનાથી મરનાર દર્દીમાંથી સૌથી વધુ દર્દી કોઈને કોઈ બીજી બીમારીથી પીડાતા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X