For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: પાછલા 24 કલાકમાં 260 લોકોના મોત, 9304 નવા કેસ

Coronavirus: પાછલા 24 કલાકમાં 260 લોકોના મોત, 9304 નવા કેસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં અનલૉક-1 લાગૂ થતાની સાથે જ કોરોના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્ય છે. ગુરુવારે કોરોના સંક્રમણના 9304 નવા મામલા સામે આવ્યા, જે અત્યાર સુધી સૌથીનો મોટો આંકડો છે. આની સાથે જ દેશભરમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા વધીને 2,16,919 થઈ ગઈ છે.

Coronavirus

પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 260 લોકોના મોત થયાં છે અને મૃતકોનો આંકડો કુલ 6075 થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે અત્યાર સુધી કોરોના વાયરસના 104107 દર્દી ઠીક થઈ ચૂક્યા છે અને હાલ 106737 કેસ એક્ટિવ છે.

કોરોના વાયરસના મામલાની ટેસ્ટિંગને લઈ ઈન્ડિયન કાઉન્સલ ઑફ મેડિકલ રિસર્ચે નિવેદન જાહેર કરતા જણાવ્યું કે અત્યાર સુધીમાં 42 લાખ 42 હજાર 718 સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યા છે, જેમાંથી 1 લાખ 39 હજાર 485 ટેસ્ટ પાછલા 24 કલાકમાં થયા છે.

ભારતમાં સૌથી કપરી સ્થિતિ મહારાષ્ટ્રની છે જ્યાં દિવસના 2 હજારથી પણ વધુ કેસ સામે આવવા લાગ્યા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ 72, 300 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે 2465 લોકોના મોત થઈ ચૂક્યાં છે, જે બાદ તમિલનાડુમાં 24586 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે દિલ્હીમાં 22132 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને ગુજરાતમાં 17617 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

George Floyd Death: પ્રદર્શનકારીઓએ ભારતીય દૂતાવાસ બહાર ગાંધીજીની મૂર્તિને નુકસાન પહોંચાડ્યુંGeorge Floyd Death: પ્રદર્શનકારીઓએ ભારતીય દૂતાવાસ બહાર ગાંધીજીની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું

English summary
Coronavirus: india reports 9304 new cases in past 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X