પ્રાઈવેટ રૂમ, એસી, ટીવી બાદ પણ અટક્યા નહિ કનિકા કપૂરના નખરા, હોસ્પિટલ પણ પરેશાન
પ્રાઈવેટ રૂમ, એસી, ટીવી બાદ પણ અટક્યા નહિ કનિકા કપૂરના નખરા, હોસ્પિટલ પણ પરેશાન
લખનઉઃ કોરોનાવાઈરસથી સંક્રમિત બૉલીવુડ સિંગર કનિકા કપૂરની લાપરવાહીને પગલે પહેલા ડઝનેક લોકો પર કોરોનાવાઈરસના સંક્રમણનો ખતરો મંડરાઈ રહ્યો છે. તે બાદ હવે જે હોસ્પિટલમાં દાખલ છે ત્યાં તેના નખરાના કારણે હોસ્પિટલ પ્રશાસને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઈએ કે કનિકા કપૂર લખનઉના એસજીપીજીઆઈ હોસ્પિટલમાં દાખલ છે, પરંતું અહીં તે કાવાની ચીજો, રૂમ વગેરેને લઈ હોસ્પિટલ પ્રશાસનને પરેશાન કરી રહી છે. જે બાદ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ આરકે ધીમને આ સમગ્ર મામલે જાણકારી આપી છે.

રૂમમાં એસી, ટીવી બધું જ
ડૉ ધીમને કહ્યું કે કનિકા કપૂરના હોસ્પિટલમાં ઉપલબદ્ધ સૌથી શ્રેષ્ઠ સેવા આપવામાં આવી રહી છે. પરંતુ તેમણે દર્દી તરીકે અમારી સાથે સહયોગ કરવો જોઈએ. તેમને હોસ્પિટલના કિચન તરફથી ગ્લૂટેન મુક્ત ખોરાક ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. ડૉક્ટર ધીમને જણાવ્યું કે હોસ્પિટલમાં કનિકા કપૂરને આઈસોલેશન વોર્ડમાં એવી બધી જ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેને અમે ઉપલબ્ધ કરાવી શકીએ. તેમણે કહ્યું કે એક રૂમ આપવામા આવ્યો છે, જ્યાં અટેચ્ડ ટૉઈલેટ છે, દર્દીનું બિસ્તર છે, ટીવી લગાવેલ છે. તેમના રૂમમાં એસી છે, જેનું અલગથી એક યૂનિટ છે.

બધી જ સંભવ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે
હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે કનિકા કપૂરને દરેક સંભવ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, પરંતુ સૌથી પહેલા તેમણે દર્દીની જેમ વર્તાવ કરવો જોઈએ, એક સ્ટારની જેમ નહિ. જણાવી દઈએ કે કનિકા કપૂર હાલમાં જ લંડનથી પાછી ફરી છે, જે બાદ તેનામાં કોરોનાવાઈરસનું સંક્રમણ જોવા મળ્યું. મહત્વની વાત એ છે કે લંડનથી પરત ફર્યા બાદ કનિકા કપૂરે લાપરવાહી વરતતા ખુદને 14 દિવસ સુધી આઈસોલેટ ન કરી અને લખનઉમાં કેટલીય પાર્ટીઓનો ભાગ બનતી રહી, જે બાદ કેટલાય લોકો પર આ વાઈરસથી સંક્રમિત થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

કેટલીય હસ્તીઓએ હાજરી આપી હતી
જણાવી દઈએ કે કનિકા કપૂર લખનઉની જે પાર્ટીમાં ભાગ લેવા પહોંચી હતી તેમાં રાજ્યના પૂર્વ સીએમ વસુંધરા રાજે અને તેમનો દીકરો દુષ્યંત પણ પહોંચ્યા હતા. જો કે બંનેના કોરોનાવાઈરસના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. તેમના ઉપરાંત ભાજપ સાંસદ દુષ્યંત સિંહ, ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ, કોગ્રેસના નેા જિતન પ્રસાદ, આદેશ સેઠ સહિત અન્ય કેટલાય નેતા સામેલ થયા હતા.












Click it and Unblock the Notifications
