For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે એ રાજ્યોનુ લિસ્ટ જ્યાં એન્ટ્રી માટે બતાવવો પડશે નેગેટીવ RT-PCR રિપોર્ટ

અમુક રાજ્યોએ પોતાને ત્યાં આવનારા બીજા રાજ્યના લોકો માટે આરટી-પીસીઆર રિપોર્ટ અનિવાર્ય કરી દીધા છે. જુઓ, એ રાજ્યોનુ લિસ્ટ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આને જોતા ઘણા રાજ્યોએ કડક નિર્ણયો લેવાના શરૂ કરી દીધા છે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે અને મરનારની સંખ્યામાં પણ વધારો થયો છે. રોજ દોઢ લાખથી વધુ પૉઝિટીવ કેસ સામે આવી રહ્યા છે. સરકારો લોકોને સોશિયલ ડિસ્ટંસીંગ અને માસ્ક પહેરવા માટે અપીલ કરી રહી છે. આ દરમિયાન મુસાફરો સતત એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં જઈ રહ્યા છે. એવામાં અમુક રાજ્યોએ પોતાને ત્યાં આવનારા બીજા રાજ્યના લોકો માટે આરટી-પીસીઆર રિપોર્ટ અનિવાર્ય કરી દીધા છે. જુઓ, એ રાજ્યોનુ લિસ્ટ.

Coronavirus
  • મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં ગુજરાત, દિલ્લી અને એનસીઆર, ગોવા, રાજસ્થાન અને કેરળથી આવતા મુસાફરોએ આરટી-પીસીઆનો નેગેટીવ રિપોર્ટ બતાવવો પડશે. આ બધા મુસાફરો પર લાગુ થશે ભલે તે બસથી હોય કે ટ્રેનથી કે પછી ફ્લાઈટથી. રિપોર્ટ 72 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ.
  • ઉત્તરાખંડઃ ઉત્તરાખંઢની સરકારોએ મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢથી આવનારા મુસાફરો માટે આરટી-પીસીઆર પરીક્ષણ અનિવાર્ય કરી દીધુ છે.
  • મણિપુરઃ મહારાષ્ટ્ર અને કેરળથી આવતા બધા મુસાફરોએ આરટી-પીસીઆર રિપોર્ટ બતાવવો પડશે. આ ફ્લાઈટથી આવતા મુસાફરો પર પણ લાગુ છે.
  • આસામઃ આસામથી આવતા મુસાફરોએ એંટીજન રિપોર્ટ બતાવવો પડશે.
  • જમ્મુ કાશ્મીરઃ શ્રીનગર પહોંચતા બધા રાજ્યોના મુસાફરો માટે એક નેગેટીવ આરટી-પીસીઆર પરીક્ષણ અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે.
  • રાજસ્થાનઃ રાજસ્થાન સરકારે પણ રાજ્યમાં પ્રવેશ કરનારા મુસાફરો માટે આરટી-પીસીઆર રિપોર્ટ જરૂરી કરી દીધો છે.
  • મધ્ય પ્રદેશઃ મધ્ય પ્રદેશમાં આવનારા મુસાફરો માટે થર્મલ સ્ક્રીનિંગ જરૂરી છે.
  • હિમાચલ પ્રદેશઃ પંજાબ, દિલ્લી, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી આવતા મુસાફરોએ બતાવવો પડશે આરટી-પીસીઆર નેગેટીવ રિપોર્ટ.
  • છત્તીસગઢઃ છત્તીસગઢ સરકારે રાજ્યમાં બહરાથી આવતા લોકો માટે કોરોના તપાસનો નેગેટીવ રિપોર્ટ જરૂરી કરી દીધો છે.

અમિત શાહના નિવેદન પર ભડક્યા બાંગ્લાદેશના વિદેશ મંત્રીઅમિત શાહના નિવેદન પર ભડક્યા બાંગ્લાદેશના વિદેશ મંત્રી

English summary
Coronavirus: List of states that have made RT-PCR test mandatory for visitors
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X