For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીનું એલાન- દેશમાં 3 મે સુધી લૉકડાઉન ચાલુ રહેશે

પીએમ મોદીનું એલાન- દેશમાં 3 મે સુધી લૉકડાઉન ચાલુ રહેશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાના દર્દીનો આંકડો 9 હજારને પાર પહોંચી ચૂક્યો છે. 324 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. કેટલાંય એવાં રાજ્યો છે જ્યાં કોરોના દર્દીની સંખ્યા તેજીથી વધી રહી છે અને આ કારણે જ લૉકડાઉનને 3 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. પીએમ મોદીએ દેશના નામે સંબોધનમાં ખુદ આ વિશે જાણકારી આપી. તેમણે કહ્યું કે બધાની ભલામણને ધ્યાનમાં રાખતા લૉકડાઉન વધારવામાં આવ્યું. કેટલાક રાજ્યોએ પહેલેથી જ લૉકડાઉન વધારવાનો ફેસલો કરી લીધો છે.

pm modi

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે લૉકડાઉનના આ સમયે દેશના લોકો જેવી રીતે નિયમોનું પાલન કરી રહ્યા છે, જેટલા સંયમથી પોતાના ઘરોમાં રહી તહેવાર મનાવી રહ્યા છે, તે પ્રશંસનીય છે. તેમણે કહ્યું કે આજે આખા વિશ્વમાં કોરોના વૈશ્વિક મહામારીની જે સ્થિતિ છે, તમે તેને સારી રીતે જાણો છો. અન્ય દેશોના મુકાબલે, ભારતે સંક્રમણને અટકાવવાના કેવી રીતે પ્રયાસ કર્યા તે તમે જાણો છો અને સહભાગી પણ બન્યા છો.

તેમણે કહ્યું કે જ્યારે આપણે ત્યાં માત્ર 550 કેસ હતા, ત્યારે ભારતે 21 દિવસના સંપૂર્ણ લૉકડાઉનનું પગલું ભર્યું હતું. ભારતે સમસ્યા વધવાનો ઈંતેજાર નથી કર્યો, બલકે જેવી જ સમસ્યા દેખાણી તેજીથી ફેસલા લઈ તેને રોકવાના પ્રયાસો કર્યા.

લૉકડાઉન 2.0: પીએમ મોદીએ કરી આ જાહેરાતો, 3 મે સુધી ઘરમાં જ રહેવું પડશેલૉકડાઉન 2.0: પીએમ મોદીએ કરી આ જાહેરાતો, 3 મે સુધી ઘરમાં જ રહેવું પડશે

English summary
Coronavirus: Lockdown extended across India till May 3, Says PM Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X