મહારાષ્ટ્રમાં 1000ને પાર થઈ કોરોના સંક્રમિતોની સંખ્યા, સૌથી વધુ કેસ મુંબઈમાં
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1000ને પાર થઈ ગઈ છે. મંગળવારે મહારાષ્ટ્રમાં 150 નવા કેસ સામે આવ્યા.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1000ને પાર થઈ ગઈ છે. મંગળવારે મહારાષ્ટ્રમાં 150 નવા કેસ સામે આવ્યા. જેનાથી રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા 1018 થઈ ગઈ. મહારાષ્ટ્ર પહેલુ એવુ રાજ્ય છે જેમાં 1000થી વધુ કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 64 લોકોના મોત કોરોનાથી થયા છે. રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજધાની મુંબઈ છે. મુંબઈમાં કોરોનાના 642 કેસોની પુષ્ટિ થઈ છે.

છેલ્લા 24 કલાકમાં 150 નવા કેસ
મંગળવારે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 150 નવા કેસ સામે આવ્યા. આ એક દિવસમાં સૌથી વધુ છે. આમાં 116 એકલા મુંબઈથી આવ્યા. પૂણેમાં 18, અહમદનગર, નાગપુર અને ઔરંગાબાદમાં 3-3, ઠાણે અને બુલ્ઢાણામાં 2-2 અને સતારા, રત્નાગિરિ અને સાંગલીમાં 1-1 લોકોના સંક્રમિત થવાની પુષ્ટિ મંગળવારે થઈ. મહારાષ્ટ્ર ઉપરાંત તમિલનાડુ અને દિલ્લીમાં પણ 600થી વધુ દર્દીઓમાં કોરોનાની પુષ્ટિ થઈ ચૂકી છે.

માતોશ્રી અને તેની આસપાસના વિસ્તારને સીલ કર્યુ
મુંબઈમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસ માતોશ્રી પાસે એક ચાવાળો પણ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યો છે. આ ચાવાળાને કોરોના થયા બાદ તેમના ઘરની સિક્યોરિટીમાં તૈનાત 150 જવાનોને બાંદ્રામાં ક્વૉરંટાઈન કરી દેવામાં આવ્યા છે. આ જવાન સંક્રમિત વ્યક્તિની દુકાન પર ચા પીવા જતા હતા. બીએમસીએ માતોશ્રી અને તેની આસપાસના વિસ્તારને સીલ કરી દીધુ છે અને આખા વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યો છે.

કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો
મંગળવારે ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4789 થઈ ગઈ છે. 124 લોકોના મોત ભારતમાં આ વાયરસના કારણે થયા છે. 4312નો ઈલાજ થઈ રહ્યો છે અને 353 લોકો સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. કોરોના વાયરસ દુનિયાભરમાં કહેર બની ગયો છે. દુનિયામાં આ વાયરસથી પીડિતોની સંખ્યા 14 લાખ 11 હજાર થઈ ગઈ છે. વળી, અત્યાર સુધી 81 હજારથી વધુ લોકોના જીવ આ વાયરસ લઈ ચૂક્યો છે. ઈટલી, સ્પેન, અમેરિકા બાદ હવે ફ્રાંસમાં પણ કોરોનાથી મરનાની સંખ્યા 10000ને પાર થઈ ગઈ છે.












Click it and Unblock the Notifications
