કોરોના વાયરસઃ તાજમહેલ સહિત બધા સ્મારક 31 માર્ચ સુધી કરાયા બંધ
કોરોનાના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે દેશભરના સ્મારકો, પુરાતત્વ સ્થળો અને સંગ્રહાલયોને 31 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ જારી કરી દેવામાં આવ્યો છે.
દુનિયાના 137થી પણ વધુ દેશ કોરોના વાયરસ(કોવિડ-19)નો કહેર સહન કરી રહ્યા છે. એશિયાઈ દેશો ઉપરાંત યુરોપીય દેશોમાં પણ કોરોના વાયરસે લોકોના જીવ લીધા છે. દુનિયાભરમાં આ વાયરસના કારણે અત્યાર સુધી 7000થી પણ વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે આનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 1 લાખ 65 હજારથી વધુ થઈ ચૂકી છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. વળી, આના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે દેશભરના સ્મારકો, પુરાતત્વ સ્થળો અને સંગ્રહાલયોને 31 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ જારી કરી દેવામાં આવ્યો છે.

આગ્રામાં તાજમહેલ, આગ્રા કિલ્લો, ફતેહપુર સીકરી, મહતાબ બાગ સહિત સ્મારક બંધ કરવાનો આદેશ આપ્યા છે. વળી, મુખ્ય સ્માકોમાં હુમાયુનો મકબરો, કુતુબ મિનાર, અજંતા ઈલોરાની ગુફાઓ સહિત 200થી વધુ ઐતિહાસિક ઈમારતોને બંધ કરવાના આદેશ આપ્યા છે. ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં મંદિર પ્રશાસને કોરા વાયરસના કારણે સામાન્ય શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
કોરોના વાયરસના ખતરાને જોતા મુંબઈનના બાબુલનાથ મંદિરને આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના ખતરાને જોતા નાગપુર પ્રશાસને શહેરમાં કલમ 144 લાગુ કરી છે. કોરોનાના ખતરાને જોતા ગોવા વન્ય જીવ અભયારણ્યને બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શામેલ થવા પર રોક લગાવી દેવામાં આવી છે.
કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. દેશમા આ મહામારીથી બે લોકોના મોત નીપજ્યા છે. કર્ણાટકમાં એક મોત થયુ છે જ્યારે બીજુ મોત દિલ્લીમાં થયુ છે. આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કર્ણાટકમાં કોરોનાના બે નવા કેસ સામે આવ્યા છે ત્યારબાદ રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા 10 થઈ ગઈ છે. સરકારે લોકોને અપીલ કરી છે કે તે ભીડવાળા વિસ્તારમાં જવાનુ ટાળે.












Click it and Unblock the Notifications
