કોરોના વાયરસથી પણ વધુ ખતરનાક બની શકે છે કોવિડ-22: વિશેષજ્ઞોનો દાવો
કોરોના વાયરસની બીજી લહેર હજુ શમી નથી, ત્રીજી લહેરની સંભાવના વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન વિશેષજ્ઞો દ્વારા એક નવા સુપર સ્ટ્રેનના જોખમની સંભાવના વ્યક્ત કરી છે. ઈમ્યુનોલૉજિસ્ટને ડર છે કે કોવિડ-22 સુપર સ્ટ્રેન પહેલાથી વધુ જાનલેવા હશે અને આવનારા સમયમાં તેના કેસ સામે આવી શકે છે. વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે કોવિડ-19થી વધુ જોખમી વાયરસ સુપર વેરિઅંટ કોવિડ-22 આવતા વર્ષે સામે આવી શકે છે.
જ્યુરિકમાં ઈમ્યુનોલૉજિસ્ટ પ્રોફેસર સાંઈ રેડ્ડીએ કહ્યુ કે વર્તમાન સ્ટ્રેનનુ મિશ્રણ એક નવુ અને વધુ ખતરનાક મહામારીનુ પરિણામ હોઈ શકે છે. તેમણે સાવચેત કર્યા કે અત્યારે આપણે જે પણ જોઈ રહ્યા છે તેનાથી પણ વધુ બદતર થઈ શકે છે સ્થિતિ માટે આવતા અમુક વર્ષોમાં એકથી વધુ રસીકરણની તૈયારીની જરૂર પડશે કારણકે દુનિયામાં વિકસિત થઈ રહેલા જોખમ સામે લડાઈ ચાલુ રહેશે. બની શકે કે આપણી બાકીની જિંદગી સુધી.
વર્ષ 2022માં આવી શકે છે કોવિડનો નવો વેરિઅંટ
કોવિડ-22 નામ સ્વિત્ઝરલેન્ડના ETH જ્યુરિકમાં Systems and Synthetic Immunologyના એસોસિએટ પ્રોફેસર સાંઈ રેડ્ડીએ સૌથી પહેલા ઉપયોગ કર્યો છે. એક રિપોર્ટ મુજબ સાંઈ રેડ્ડીએ ચેતવણી આપી છે કે વર્ષ 2022માં કોવિડનો એક નવો વેરિઅંટ સામે આવી શકે છે અને તે મોટો ખતરો સાબિત થશે. જો કે તેમણે આની સંભાવના વ્યક્ત કરી છે. ઈમ્યુનોલૉજિસ્ટ ડૉક્ટર સાંઈ રેડ્ડીએ કહ્યુ કે હાલમાં સામે આવેલા કોરોનાના સ્ટ્રેન એક સાથે મળીને એક નવુ જોખમ પેદા કરી શકે છે. તેમણે સંભાવના વ્યક્ત કરી કે બની શકે કે વેક્સીન પણ આના પર કામ ન કરે.
વેક્સીન ન લગાવનારા બની શકે છે સુપર સ્પ્રેડર
જર્મન વર્તમાનપત્ર Blick સાથે વાત કરતા પ્રોફેસર રેડ્ડીએ ડેલ્ટા વેરિઅંટને કોવિડ-22 નામ આપ્યુ અને કહ્યુ કે આ સૌથી વધુ સંક્રમક સ્ટ્રેન છે. તેમણે કહ્યુ કે જો બીટા કે ગામા વેરિઅંટ વધુ સંક્રમક થઈ જાય કે ડેલ્ટા મ્યૂટેશન વિકસિત કરે તો આપણે મહામારીનો એક નવો ફેઝ જોઈશુ. રેડ્ડીએ કહ્યુ કે આવનારા સમયમાં આ એક મોટી સમસ્યા બની શકે છે. આપણે જે અત્યારે અનુભવ કરી રહ્યા છે તેનાથી કોવિડ-22 વધુ જોખમી હોઈ શકે છે. હાલમાં કરવામાં આવેલ સ્ટડીના પરિણામો દર્શાવે છે કે ડેલ્ટા વેરિઅંટનો વાયરલ લોડ ઘણો વધુ છે. સાથે જ તેમણે એ પણ કહ્યુ કે જો કોઈ વ્યક્તિએ વેક્સીન ન લગાવી હોય અને તે આના સંપર્કમાં આવે તો તે સુપર સ્પ્રેડર બની શકે છે.