Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો

હવે કૉલેજના સ્ટુડટન્ટ્સ એ જોવા માટ કોરોના વાયરસ પાર્ટી કરી રહ્યા છે કે ઈન્ફેક્શન કોને પહેલા લાગે છે. જાણો ક્યાં..

અમેરિકામાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થવાના કારણે દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. અમેરિકા દુનિયાની ચાર ટકા જનસંખ્યાનુ પ્રતિનિધિત્વ કરે છે પરંતુ દુનિયાના 25 ટકા કેસ આ દેશમાં છે. બેદરકારીની સ્થિતિ એ છે કે હવે કૉલેજના સ્ટુડટન્ટ્સ એ જોવા માટ કોરોના વાયરસ પાર્ટી કરી રહ્યા છે કે ઈન્ફેક્શન કોને પહેલા લાગે છે. એક અમેરિકી અધિકારી તરફથી આ વિશે ખુલાસો કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસ પૉઝિટીવને કરવામાં આવી રહ્યા છે ઈનવાઈટ

કોરોના વાયરસ પૉઝિટીવને કરવામાં આવી રહ્યા છે ઈનવાઈટ

30 કરોડથી વધુની વસ્તીવાળા અમેરિકામાં અત્યાર સુધી 20 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 125,000 લોકોના મોત થઈ ગયા છે. ત્યારબાદ પણ લોકો બેદરકારી વર્તી રહ્યા છે. અમેરિકી રાજ્ય અલબામાના ટુસ્કાલૂસામાં છાત્રો તરફથી મોટપાયે આ મહામારી માટે બેદરકારી વર્તવાની વાત અધિકારીઓ તરફથી કહેવામાં આવી છે. છાત્ર એક પ્રકારની શરત લગાવી રહ્યા છે.

સ્ટુડન્ટ્સ લગાવી રહ્યા છે શરત

સ્ટુડન્ટ્સ લગાવી રહ્યા છે શરત

ટૂસકાલૂસાના સિટી કાઉન્સિલર સોનિયા મેકકિન્સ્ટ્રીએ એબીસી ન્યૂઝને આ પાર્ટીઓ વિશ જણાવ્યુ છે. તેમણે બુધવારે માહિતી આપી કે કઈ રીતે સ્ટુડન્ટ્સ આ વિશે શરત લગાવી રહ્યા છે કે પહેલા કોણ બિમાર પડે છે. શહેરના ફાયર ચીફ રેંડી સ્મિથે સૌથી પહેલા મંગળવારે આ પ્રકારની પાર્ટીઓ વિશે માહિતી આપી હતી. સ્મિથે કહ્યુ કે છાત્રો પાર્ટીઓમાં એવા લોકોને ઈનવાઈટ કરી રહ્યા છે કે જે પૉઝિટીવ છે. શરૂઆતમાં તેમને લાગતુ હતુ કે આ માત્ર એક અફવા છે. પરંતુ ડૉક્ટરની ઓફિસે આ વાતની પુષ્ટિ કરી છે. સાથે જ બાકી ઑથોરિટીઝ તરફથી પણ આ વાત કહેવામાં આવી.

ક્વૉરંટાઈન તોડવા પર 500 ડૉલરનો દંડ

ક્વૉરંટાઈન તોડવા પર 500 ડૉલરનો દંડ

મેકિન્સ્ટ્રીએ આવી પાર્ટીઓ વિશે વધુ માહિતી મેળવી છે. તેમણે જણાવ્યુ કે માત્ર સંક્રમિત લોકો સાથે આવી પાર્ટીઓ થઈ રહી છે એટલુ જ નહિ પરંતુ લોકો સટ્ટો પણ લગાવી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે લોકો આ વાત પર સારી એવી રકમ લગાવી રહ્યા છે કે પહેલો કોને કોવિડ-19નુ સંક્રમણ લાગે છે. અધિકારીઓએ આ અંગે માહિતી નથી આપી કે કઈ કોલેજના સ્ટુડન્ટ્સે આ પાર્ટીઓને અટેન્ડ કરી. ટૂસકાલૂસામાં અલબામાં યુનિવર્સિટીમાં અહીની સૌથી મોટી સ્કૂલ છે. માર્ચ મહિનામાં અલબામા યુનિવર્સિટી તરફથી ક્લાસીઝ કેન્સલ કરી દેવામાં આવ્યા હતા. આ નિર્ણય એ હેતુથી લેવામાં આવ્યો હતો કે કોરોના વાયરસને ફેલાવાથી રોકી શકાય. અલબામામાં જો કોઈ કોરોના વાયરસ પૉઝિટીવ હોય તો પછી તેણે પહેલા 14 દિવસનુ ક્વૉરંટાઈનમાં રહેવા માટે બાધ્ય છે. ક્વૉરંટાઈન તોડવા પર તેમને 500 ડૉલર સુધીની રકમ દંડ તરીકે આપવી પડી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X