જાતિ, ધર્મ કે પંથના આધારે કોરોના સંક્રમણના મેપિંગના સમાચાર બિનજવાબદારઃ લવ અગ્રવાલ

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવારે માહિતી આપી છે કે દેશમાં કોરોના દર્દીઓનો રિકવર થવાનો દર 31.15% થઈ ગયો છે.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવારે માહિતી આપી છે કે દેશમાં કોરોના દર્દીઓનો રિકવર થવાનો દર 31.15% થઈ ગયો છે. સોમવારે પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં અગ્રવાલે જણાવ્યુ કે અત્યાર સુધી કુલ સંક્રમિત લોકોની સંખ્યા 67,152 છે. આમાં 20,917નો અત્યાર સુધીમાં ઈલાજ કરવામાં આવી ચૂક્યો છે અને તે રિકવર થઈને ઘરે પાછા જઈ ચૂક્યા છે જ્યારે 44,029 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં 4213 નવા કેસ સામે આવ્યા અને 1569 દર્દી રિકવર થયા છે. ત્યારબાદ દેશમાં કોરોના દર્દીઓને રિકવરી રેટ 31.15 ટકા થઈ ગયો છે. ધર્મના આધારે કોરોના વાયરસના સંક્રમણના મેપિંગના સમાચારો પર લવ અગ્રવાલે કહ્યુ કે આ બહુ જ બિનજવાબદાર સમાચાર છે. આ વાયરસ જાતિ, ધર્મ અને સમુદાયના આધારે પોતાનુ સંક્રમણ નથી ફેલાવતો.

love agrawal

આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 97 લોકોના મોત થયા છે. ત્યારબાદ દેશમાં ભારતમાં કોવિડ-19 સંક્રમણથી થતા મોતની સંખ્યા 2206 થઈ ગઈ છે. વળી, કોવિડ-19 પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 67,152 થઈ ગઈ છે. લવ અગ્રવાલે કહ્યુ કે ડિસ્ચાર્જ નીતિને બદલી દેવામાં આવી છે કારણકે ઘણા દેશોએ પોતાની નીતિમાં ટેસ્ટ આધારિક રણનીતિ અને સમય આધારિત રણનીતિમાં ફેરફાર કર્યા છે. અમે પણ આ આધારે ફેરફાર કર્યા છે. સંશોધિત દિશા-નિર્દેશો અનુસાર તે લોકો લક્ષણ દેખાવા કે તપાસ માટે નમૂના આપવાની તારીખ(જેમાં લક્ષણ ન દેખાયા તેમના માટ)ના 17 દિવસ બાદ કોરોના વાયરસની તપાસ કરાવ્યા વિના પોતાનો ક્વૉરંટાઈન સમાપ્ત કરી શકે છે જો તેમને 10 દિવસમાં તાવ ન આવ્યો હોય. સાથે જ તેમણે કહ્યુ કે લોકોમાં કોવિડ-19ના લક્ષણ જોવા મળી રહ્યા હોય તે જાતે આની માહિતી પ્રશાસનને આપે જેથી તેમના દ્વારા સંક્રમણ અન્ય લોકોમાં ન ફેલાય.

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસના સૌથી વધુ અસર જોવા મળી છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કુલ 22171 પૉઝિટીવ કેસ અત્યાર સુધી મળી ચૂક્યા છે. રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ 832 લોકોના જીવ જઈ ચૂક્યા છે. મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ગુજરાત પ્રભાવિત છે. ગુજરાતમાં કોરોના વાયરસના અત્યાર સુધી 8194 કેસ છે અને 493 લોકોના મોત થઈ ચૂક્યા છે. તમિલનાડુમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 7204 છે. અહીં આ મહામારીથી 47 લોકોના મોત થયા છે. રાજધાની દિલ્લામાં 6923 લોકો સંક્રમિત છે અને 73 લોકોના મોત થયા છે. રાજસ્થાનમૈ 3814 લોકોમાં સંક્રમણ મળ્યુ છે અને 107 લોકોના મોત થયા છે. વળી, મધ્ય પ્રદેશમાં 3614 કેસ આવ્યા છે અને 215 લોકોના મોત થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X