For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ મહિને પીક પર હશે કોરોના વાયરસ, તરત લગાવો મિની લૉકડાઉનઃ AIIMS ડાયરેક્ટર ડૉ. ગુલેરિયા

કોરોના મહામારીની બીજી લહેર મિડ એપ્રિલ સુધી પોતાના ચરમ પર એટલે પીક પર હશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં ઝડપથી વધી રહી છે. આને જોતા વૈજ્ઞાનિકોએ મેથેમેટિકલ મૉડલ સ્ટડીના આધારે કહ્યુ છે કે કોરોના મહામારીની બીજી લહેર મિડ એપ્રિલ સુધી પોતાના ચરમ પર એટલે પીક પર હશે. જો કે તેમણે એ પણ કહ્યુ છે કે મેના અંત સુધી કોવિડ-19 સંક્રમણમાં ઘટાડો જોવા મળી શકે છે. ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થા(આઈઆઈટી) કાનપુરના મણીન્દ્ર અગ્રવાલ સહિત અન્ય વૈજ્ઞાનિકોએ રિસર્ચ બાદ કહ્યુ છે કે ચાલી રહેલ કોરોના મહામારીની લહેર મિડ એપ્રિલમાં રોજ ઝડપથી વધવાની છે.

ભારતમાં કોવિડ-19ના કેસ 15થી 20 એપ્રિલ વચ્ચે પીક પર

ભારતમાં કોવિડ-19ના કેસ 15થી 20 એપ્રિલ વચ્ચે પીક પર

મણીંદ્ર અગ્રવાલે કહ્યુ છે કે છેલ્લા ઘણા દિવસોના કોરોના કેસને જોતા અમે મેથેમેટિકલ મૉડલ પર સ્ટડી કર્યો છે જે બાદ અમે કહી શકીએ કે ભારતમાં કોવિડ-19ના કેસ 15થી 20 એપ્રિલ વચ્ચે પોતાના ચરમ પર હશે. એવામાં જો આ મહિને કોરોના પીક પર આવશે તો આ આશા રાખી શકાય કે મેથી કોવિડ1-9 ઘટવા લાગશે. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે આ દરમિયાન એક દિવસમાં 90 હજારથી દોઢ લાખ નવા કેસ રોજના જોવા મળશે. જો કે બહુ હદ સુધી એ ટેસ્ટિંગ પર ડિપેન્ડ હશે કે એક દિવસમાં કેટલા ટેસ્ટ કરવામાં આવે છે. તેમણે કહ્યુ છે કે આવનારા બે સપ્તાહ ખૂબ જ મહત્વના છે.

એઈમ્સના ડાયરેક્ટર ગુલેરિયાએ કહ્યુ - મિની લૉકડાઉનની જરૂર

એઈમ્સના ડાયરેક્ટર ગુલેરિયાએ કહ્યુ - મિની લૉકડાઉનની જરૂર

કોવિડ-19 મહામારીની બીજી લહેરને ઝડપથી વધતી જોઈ એઈમ્સના ડાયરેક્ટ ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે દેશમાં કોરોના વાયરસના ઝડપથી પ્રસારને રોકવા માટે મિની લૉકડાઉનની જરૂર છે. દેશમાં કોવિડ-19ની સ્થિતિ ચિંતાજનક છે અને વાયરસના પ્રસાર માટે લોકો બેદરકારી રાખી રહ્યા છે.

વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે

વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે

ડૉ. ગુલેરિયાએ કહ્યુ કે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે કારણકે લોકો આ માટે બેદરકારી રાખી રહ્યા છે, માસ્ક અને સોશિયલ ડિસ્ટંસીંગના નિયમોને લોકો ફોલો નથી કરી રહ્યા. દેશમાં હવે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. જો કે તેમની પ્રતિરક્ષા વયસ્કોની સરખામણીમાં વધુ મજબૂત છે. તેમણે કહ્યુ કે પૂર્ણ રસીકરણ માટે દેશમાં 200 કરોડ ડોઝની જરૂર છે. તેમણે કહ્યુ કે કોરોના વેક્સીનની રસી લાગ્યા બાદ પણ લોકોએ 6 ફૂટનુ અંતર જાળવવુ જોઈએ અને દરેક સમયે માસ્ક પહેરવુ જોઈએ. કન્ટેન્ટ ઝોન વધારવાની જરૂર છે.

US સંસદની બહાર અધિકારીનુ મોત, જો બાઈડેને વ્યક્ત કર્યુ દુઃખUS સંસદની બહાર અધિકારીનુ મોત, જો બાઈડેને વ્યક્ત કર્યુ દુઃખ

English summary
Coronavirus second wave in India peak by mid-April, Mini-lockdown needed: AIIMS Director Randeep Guleria
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X