For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus Sub Variant: કોરોનાના સબ વેરિઅંટ XBB વિશે સામે આવી ચોંકાવનારી માહિતી

ઓમિક્રૉનના સબ વેરિઅંટ XBBના આરોગ્ય પર પ્રભાવને લઈને એક શોધ કરવામાં આવી. જેમાં ચોંકાવનારી માહિતી મળી છે.

|
Google Oneindia Gujarati News

Coronavirus Sub Variant XBB: કોરોના વાયરસના કેસો ચીનમાં જે રીતે વધી રહ્યા છે તેના કારણે દુનિયાભરના દેશોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે. જો કે, આ દરમિયાન કોરોના વાયરસના સબ વેરિઅંટ વિશે એક રિપોર્ટ સામે આવ્યો છે. ઓમિક્રૉનના સબ વેરિઅંટ અને XBBના આરોગ્ય પર પ્રભાવને લઈને એક શોધ કરવામાં આવી. જેમાં સામે આવ્યુ કે આ વેરિઅંટના ખૂબ ઓછા લક્ષણ દર્દીમાં જોવા મળ્યા છે. 6 મહિનાની શોધ બાદ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સંક્રમણથી 97 ટકા લોકો ઠીક થયા છે.

coronavirus

તમને જણાવી દઈએ કે XBB વેરિઅન્ટ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં બહાર આવ્યો હતો જે ભારત અને એશિયાના દેશોમાં ખૂબ જ ઝડપથી વધ્યો હતો. આ સંશોધન બીજે મેડિકલ કોલેજ, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી અને ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ પૂણેના નિષ્ણાતો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો છે. આમાં ઓમિક્રોન સબવેરિયન્ટ્સ BA.2.10, BA.2.38, BA.2.75, BA.5, BQ.1 અને XBBથી ચેપગ્રસ્ત 494 દર્દીઓનુ વિશ્લેષણ કરવામાં આવ્યુ.

રિસર્ચમાં સામે આવ્યુ છે કે આ વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓમાંથી લગભગ 97 ટકા લોકો સાજા થઈ ગયા છે. ઓમિક્રૉનના અન્ય સબ વેરિઅંટની તુલનામાં, XBB લોકોમાં ખૂબ જ હળવો કોરોના ચેપ લાવે છે. સંશોધકો કહે છે કે XBB ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓછુ સંક્રમક છે. ડેલ્ટા વેરિઅન્ટે 2021માં ભારતમાં ઘણી તબાહી મચાવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

XBB વેરિઅન્ટ BA.2.75 કરતાં ઓછુ જોખમી હતુ. BA.2.75 દર્દીઓમાંથી 66.6 ટકા દર્દીઓ જાતે જ ઘરેથી સાજા થઈ ગયા, જ્યારે BA.2.38 દર્દીઓમાંથી 75 ટકા દર્દીઓ આપોઆપ સાજા થઈ ગયા. 78.8 ટકા XBB દર્દીઓ ઘરે જ સ્વસ્થ થયા, તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ના પડી. જ્યારે BA.2.38 ચેપગ્રસ્ત દર્દીઓમાંથી 19.05 ટકાને ઓક્સિજનની જરૂર હતી, જ્યારે BA.2.75 દર્દીઓના 6.46 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર હતી. બીજી તરફ, એક્સબીબીથી સંક્રમિત લોકોની વાત કરીએ તો માત્ર 4.7 ટકાને જ ઓક્સિજનની જરૂર હતી.

English summary
Coronavirus sub variant XBB is mild comparative to Omicron and other variants claims a research.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X