For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના કોહરામ વચ્ચે વાયરસના ટ્રિપલ મ્યુટંટે આપી દસ્તક, જાણો કેટલો ખતરનાક છે આ

જાનલેવા વાયરસ વિશે એક સમાચાર આવ્યા છે જે વધુ ડરાવનારા છે. કોરોના વાયરસના ટ્રિપલ મ્યુટંટ થવાના સમાચાર આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોનાનો ફેલાવ અટકવાનુ નામ નથી લેતો. સ્થિતિ રોજેરોજ કથળી રહી છે. હોસ્પિટલોમાં સુવિધાઓ ખૂટી રહી છે. છેલ્લા 24 કલાકમાં અઢી લાખથી વધુ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન આ જાનલેવા વાયરસ વિશે એક સમાચાર આવ્યા છે જે વધુ ડરાવનારા છે. કોરોના વાયરસના ટ્રિપલ મ્યુટંટ થવાના સમાચાર આવ્યા છે. રિપોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે કે દેશના અમુક ભાગોમાં ટ્રિપલ મ્યુટંટ વેરિઅંટ જોવા મળ્યો છે. આ વેરિઅંટે કોરોના વાયરસને અચાનક વધારી દીધો છે. જાણકારોનુ કહેવુ છે કે આ વેરિઅંટના કારણે વાયરસની બીજી લહેર વધુ ખતરનાક થઈ ગઈ છે અને હજુ આનુ પીક પર આવવાનુ બાકી છે.

corona

નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ(NCDC)એ ગયા વર્ષે ઓક્ટોબરમાં નવા વેરિઅંટની માહિતી આપી હતી. આ વેરિઅંટને B.1.617 નામ આપવામાં આવ્યુ હતુ. આમાં બે પ્રકારના મ્યુટન્શ છે E484Q અને L452R. આ વાયરસનુ એ સ્વરૂપ છે જેમાં જીનોમમાં બે વાર પરિવર્તન કરવામાં આવી ચૂક્યુ છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટને માનીએ તો આ વેરિઅંટ ઘણો ખતરનાક છે અને શરીરની રેસ્પિરેટરી સિસ્ટમને નુકશાન કરે છે. એનડીટીવીના સમાચાર મુજબ મહારાષ્ટ્ર, દિલ્લી અને પશ્ચિમ બંગાળમાં આ ટ્રિપલ મ્યુટન્ટ વાયરસ મળ્યો છે.

વિશેષજ્ઞોનુ માનવુ છે કે જો સમય રહેતા આ વેરિઅંટને રોકવામાં ન આવ્યો તો આવનારા દિવસોમાં તેના ઘાતક પરિણામો જોવા મળશે. વળી, વૈજ્ઞાનિક આ સ્ટ્રેન પર કંટ્રોલ મેળવવા માટે દિવસ રાત કામ કરી રહ્યા છે. વળી, નવા વેરિઅંટના સામે આવ્યા બાદ સરકાર પણ ચિંતામાં છે. કેન્દ્ર સરકારે રાજ્યોને અપીલ કરી છે કે કોરોના સંક્રમિત સેમ્પલને રેંડમલી જીનોમ સિક્વંસિંગ માટે મોકલવા જોઈએ. આમ ન થતા મ્યુટેશન સાથે જોડાયેલ સંક્રમણ વિશે સાચી માહિતી નહિ મળી શકે.

કોરોના દર્દીઓને મોટી રાહત, રેમડેસિવિરનુ ઉત્પાદન વધ્યુકોરોના દર્દીઓને મોટી રાહત, રેમડેસિવિરનુ ઉત્પાદન વધ્યુ

English summary
Coronavirus triple mutation variant in India emerge as fresh worry in covid pecdemic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X