Coronavirus Update: કોરોના વાયરસના કેસોમાં તેજી, 24 કલાકમાં સામે આવ્યા 7830 નવા કેસ, સક્રિય કેસ 40 હજારને પાર

Coronavirus Update: ભારતમાં કોરોના વાયરસના વધી રહેલા કેસો હવે લોકોની ચિંતા વધારી રહ્યા છે. આરોગ્ય વિભાગના આજના આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,830 નવા કેસ નોંધાયા છે. આ પછી દેશમાં કોરોનાના કુલ 40,215 સક્રિય કેસ નોંધાયા છે.

coronavirus

આરોગ્ય મંત્રાલયની વેબસાઇટના ડેટા અનુસાર દૈનિક સંક્રમણ દર 3.65% અને સાપ્તાહિક સંક્રમણ દર 3.83% નોંધાયો હતો. મંગળવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,676 નવા કેસ નોંધાયા છે. વળી, સક્રિય દર્દીઓની સંખ્યા 37 હજારને પાર થઈ ગઈ છે. આ દરમિયાન 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

દેશમાં સક્રિય કેસ કુલ સંક્રમણના 0.09 ટકા થઈ ગયા છે. વળી, કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓનો રિકવરી રેટ 98.72 ટકા નોંધાયો છે. કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,42,04,771 થઈ ગઈ છે અને મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. કોરોના રસીના ડોઝની વાત કરીએ તો તેને 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 919 કેસ નોંધાયા હતા જ્યારે એક વ્યક્તિનુ મોત થયુ હતુ. આ સાથે, કોરોના વાયરસના કુલ કેસ વધીને 81,51,176 થઈ ગયા છે. આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યુ કે એક વ્યક્તિના મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃતકોની સંખ્યા વધીને 1,48,461 થઈ ગઈ છે. મંગળવારે છેલ્લા 24 કલાકમાં દિલ્લીમાં કોરોનાના 980 નવા કેસ નોંધાયા છે. પૉઝિટિવિટી દર 25.98 ટકા નોંધાયો હતો. વળી, બે લોકોના કોરોનાથી મોત થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X