કોરોના અપડેટઃ 24 કલાકમાં આ વર્ષના સૌથી વધુ 89,129 કોવિડ કેસ, 714 નવા મોત, જાણો લેટેસ્ટ આંકડા

શનિવારે(3 એપ્રિલ) આ વર્ષના અત્યાર સુધીના એક દિવસમાં સૌથી વધુ 89,129 નવા કોરોના કેસ સામે આવ્યા છે.

ભારતમાં કોરોના વાયરસ અપડેટઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ઝડપથી વધી રહી છે. શનિવારે(3 એપ્રિલ) આ વર્ષના અત્યાર સુધીના એક દિવસમાં સૌથી વધુ 89,129 નવા કોરોના કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં વર્ષના સૌથી વધુ 714 લોકોના મોત થયા છે. કોરોનાના દૈનિક કેસોમાં આ સંખ્યા રેકૉર્ડ તોડ છે. શનિવારે(3 એપ્રિલ) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 89,129 નવા કેસ સામે આવ્યા છે ત્યારબાદ દેશમાં કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 1,23,92,260 થઈ ગઈ છે. વળી, કોરોના મહામારીથી કુલ 1,64,110 લોકોના મોત થયા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 6,58,900 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,15,69,241 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 44,202 લોકો કોરોનાથી રિકવર થયા છે. દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાન હેઠળ 7,30,54,295 લોકોને કોવિડ-19 રસી લગાવવામાં આવી છે.

coronavirus

દેશમાં 2 એપ્રિલે પણ કોવિડ-19ના 81,466 નવા કેસ સામે આવ્યા હતા. ભારતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસના 47 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં વધતા કોરોના કેસ માટે ફરીથી લૉકડાઉન લગાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર ઉપરાંત દેશની રાજધાની દિલ્લીમાં પણ કોવિડ-19ના કેસ ઝડપથી વધી રહ્યા છે.

કોવિડ-19 પર શુક્રવારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે દિલ્લીમાં કોરોના વાયરસ સંક્રમણની ચોથી લહેર ચાલી રહી છે પરંતુ લૉકડાઉન લગાવવાનો હાલમાં વિચાર નથી. કેજરીવાલે કેન્દ્રને રાજ્યોને મોટા સ્તરે રસીકરણ ચલાવવાની અનુમતિ આપવાનો અનુરોધ કર્યો છે. દિલ્લી, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, પંજાબ, છત્તીસગઢ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

કોરોના સંક્રમિતોની સંખ્યામાં દુનિયાભરમાં ભારત ત્રીજા નંબરે છે. કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા છે. રિકવરી મામલે ભારત બીજા સ્થાને છે. વળી, અમેરિકા પહેલા સ્થાને છે. કોરોનાથી સર્વાધિક મોત મામલે અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો બાદ ભારત ચોથા સ્થાને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X