For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં ફરીથી વધ્યા કોરોના વાયરસના કેસ, 40 હજારથી વધુ નવા દર્દી, 562 લોકોના મોત

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ એક વાર ફરીથી કોવિડ-19ના નવા કેસ 40 હજારથી વધુ નોંધવામાં આવ્યા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારી સામે ભારતની લડાઈ ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ એક વાર ફરીથી કોવિડ-19ના નવા કેસ 40 હજારથી વધુ નોંધવામાં આવ્યા. મંગળવારની સરખામણીએ આજે 1200થી વધુ કેસ સામે આવ્યા જ્યારે આ દરમિયાન 562 લોકોનો મોત થયા. કોરોનાથી રિકવર થયેલા લોકોની વાત કરીએ તો આ દરમિયાન કુલ 36,668 લોકોએ મહામારીને મ્હાત આપી. વળી, દેશમાં સક્રિય કેસનો આંકડો 4,10,353 પર રહ્યો.

coronavirus

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના પ્રતિબંધોમાં છૂટ મળ્યા બાદ એક વાર ફરીથી ગતિવિધિઓ વધી ગઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકોને સતત કોરોના પ્રોટોકૉલનુ પાલન કરવાનો આગ્રહ કરી રહી છે. આ દરમિયાન મહામારીના વધતા કેસોએ એક વાર ફરીથી ચિંતા વધારી દીધી છે. મંગળવારે દેશભરમાંથી 30,549 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે બુધવારે આંકડામાં 1207 નવા કેસ સાથે ઉછાળો જોવા મળ્યો. આ સાથે જ દેશમાં હવે કુલ કોરોના કેસોની સંખ્યા 3,17,69,132 થઈ ગઈ છે જ્યારે અત્યાર સુધી કુલ 3,09,33,022 લોકો રિકવર થયા છે.

દૈનિક કેસોના મુકાબલે દર્દીઓનો રિકવરી રેટ ઘટવાથી કોરોના વાયરસના સક્રિય કેસ વધીને 4,10,353 થઈ ગયા છે. જાનલેવા મહામારીથી થયેલ મોતના આંકડાઓ પર નજર નાખીએ તો અત્યાર સુધી ભારતમાં કોરોનાથી કુલ 4,25,757 લોકોના મોત થઈ ચૂક્યા છે. કોવિ઼-19ની ત્રીજી સંભવિત લહેરનો જોતા રસીકરણ અભિયાનને તેજ કરી દેવામાં આવ્યુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ 48,52,86,570 લોકોને વેક્સીનનો પહેલો અને બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. આમાંથી 62,53,741ને છેલ્લા 24 કલાકની અંદર કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપીને કહ્યુ હતુ કે સરકારે વેક્સીન ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે જરૂરી પગલા લીધા છે. સરકારે ડિસેમ્બર સુધી કોવિશીલ્ડ વેક્સીનના ઉત્પાદનની ક્ષમતાને 110 કરોડથી વધારીને 120 કરોડ ડોઝ પ્રતિ માસ નક્કી કરી છે. વળી, કોવેક્સીનના ડોઝને 25 કરોડથી વધારીને 58 કરોડ ડોઝ પ્રતિ માસ કરી છે. સરકાર જલ્દીમાં જલ્દી દેશના મોટાભાગના નાગરિકોને કોરોના વેક્સીનનો બંને ડોઝ લગાવવાની તૈયારી કરી છે. દેશભરમાં કોરોના રસીકરણનુ અભિયાન ઝડપથી ચાલી રહ્યુ છે. વળી, સરકારે એ પણ માહિતી આપી કે આવનારા સયમાં વધુ 4 કંપનીઓની મદદથી કોરોના વેક્સીનના ઉત્પાદનમાં તેજી લાવવામાં આવશે.

English summary
Coronavirus Update: Covid-19 cases increased again in the country, more than 40 thousand new patients 562 people died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X