For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12923 કેસ, 20 કરોડથી વધુ લોકોના થયા ટેસ્ટ

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12923 નવા કેસ સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

Coronavirus Update: આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12923 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 11764 લોકો કોરોનાથી રિકવર થઈને ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 108 લોકોના મોત થઈ ગયા છે. લેટેસ્ટ આંકડા મુજબ ભારતમાં અત્યાર સુધી 10871294 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે 10573372 લોકો કોરોનાથી રિકવર થઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં અત્યાર સુધી કોરોનાથી 155360 લોકોના મોત થઈ ચૂક્યા છે. હાલમાં સારા સમાચાર એ છે કે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ભારતમાં કોરોનાના કુલ સક્રિય કેસ 142562 છે.

covid

દેશમાં કોરોના વાયરસની રસી લગાવવાનુ અભિયાન શરૂ થવા અને ટેસ્ટિંગનો દર વધવાના કારણે ઘણી હદ સુધી કોરોનાનુ સંક્રમણ નિયંત્રણમાં છે. દેશમાં 16 જાન્યુઆરીએ દુનિયાનુ સૌથી મોટુ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ અને અત્યાર સુધી ભારતમાં 70,17,114 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી ચૂકી છે. અત્યાર સુધી દેશમાં 20 કરોડથી વધુ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યો છે. આઈસીએમઆરના આંકડો મુજબ ભારતમાં અત્યાર સુધી 204023840 લોકોા કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. 10 ફેબ્રુઆરીએ 699185 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો.

Sensexમાં કડાકો, 127 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યોSensexમાં કડાકો, 127 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો

English summary
Coronavirus Update: India has 1.42 lakh active cases more than 20 crore people tested.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X