છેલ્લા 24 કલાકમાં મળ્યા કોરોના વાયરસના 2.59 નવા દર્દી, 4209 લોકોના મોત
દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં જ્યાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જાણો લેટેસ્ટ આંકડા.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં જ્યાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વળી, રિકવર થનાર દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. જો કે કોરોના વાયરસના કારણે થનાર મોત મામલે હજુ સુધી કોઈ રાહત નથી. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના કારણે 4209 લોકોના જીવ ગયા છે. ગુરુવારે કોરોનાથી થયેલ મોતની સંખ્યા 4 હજારથી ઓછી હતી પરંતુ એક દિવસ બાદ જ આંકડો ફરીથી વધી ગયો. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે આંકડા જારી કરીને જણાવ્યુ કે છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 2,59,591 નવા કેસ મળ્યા છે જ્યારે 3,57,295 દર્દી રિકવર થઈને પોતાના ઘરે પાછા ફર્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 2,60,31,991 અને રિકવર દર્દીઓની સંખ્યા 2,27,12,735 થઈ ગઈ છે. વળી, કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 2,91,331 લોકોના જીવ ગયા છે. રાહતની એક મોટી વાત એ છે કે કોરોના વાયરસથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યારબાદ દેશમાં સક્રિય કેસ ઘટીને 30,27,925 બચ્યા છે. વળી, દેશમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના વાયરસ વેક્સીનનો કુલ 19,18,79,503 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.
દિલ્લીમાં ઘટ્યા કોરોનાના સક્રિય કેસ
તમને જણાવી દઈએ કે દેશની રાજધાની દિલ્લીને પણ છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના વાયરસ મામલે એક મોટી રાહત મળી છે. દિલ્લીમાં જ્યાં કોરોના વાયરસના દૈનિક કેસ ઘટ્યા છે ત્યાં પૉઝિટિવીટી રેટ પણ ઝડપથી ઘટ્યો છે. ગુરુવારે દિલ્લીમાં કોરોના વાયરસ સંક્રમણના 3231 નવા દર્દી મળ્યા જ્યારે 7831 દર્દી રિકવર થઈને પોતાના ઘરે પાછા ફર્યા. કોરોના વાયરસથી થતી મોતની સંખ્યા દિલ્લીમાં પણ હાલમાં ચિંતાનુ એક મોટુ કારણ છે. ગુરુવારે કોરોના વાયરસના કારણે રાજધાનીમાં 233 લોકોના જીવ ગયા. દિલ્લીમાં હાલમાં કોરોના વાયરસના 40214 સક્રિય કેસ છે.












Click it and Unblock the Notifications
