કોરોના કેસમાં ઘટાડો, 24 કલાકમાં મળ્યા 34457 નવા દર્દી, સક્રિય કેસમાં પણ 151 દિવસ બાદ સૌથી ઓછા

કોરોના વાયરસની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે દેશમાં સંક્રમણના કેસોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.

નવી દિલ્લીઃ કોરોના વાયરસની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે દેશમાં સંક્રમણના કેસોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે નવા આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 34,457 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 375 દર્દીઓના મોત થયા છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 36,347 દર્દી રિકવર પણ થયા છે ત્યારબાદ દેશમાં સંક્રમણના સક્રિય કેસ ઘટીને 3,61,340 થઈ ગયા છે. છેલ્લા 151 દિવસોમાં સક્રિય કેસોમાં આ સૌથી મોટો ઘટાડો છે.

coronavirus

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોના વાયરસના દર્દીઓનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે અને હાલમાં 97.54 ટકા છે. દેશભરમાં અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમિત 3,15,97,982 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દેશમાં 4,33,964 લોકોના જીવ ગયા છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે માર્ચ મહિનામાં કોરોના વાયરસથી પહેલુ મોત નોંધવામાં આવ્યુ હતુ. વળી, ઈન્ડિયન કાઉન્સિલ અને મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 50,45,76,158 સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યા છે જેમાંથી 17,21,205 સેમ્પલ ટેસ્ટિંગ છેલ્લા 24 કલાકની અંદર થયુ છે.

હજુ પણ કેરળમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ

આ પહેલા ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે બાળકો માટે દેશમાં જાહેર કોરોના વાયરસ વેક્સીન ટ્રાયલના પરિણામ આવતા મહિને આવી શકે છે ત્યારબાદ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેરળમાં હજુ પણ કોરોના વાયરસના સૌથી વધુ દૈનિક કેસ મળી રહ્યા છે. કેરળમાં કોરોનાથી બગડેલી સ્થિતિ વચ્ચે હાલમાં જ કેન્દ્ર સરકારે વિશેષજ્ઞોની એક ટીમ મોકલી હતી. ગુરુવારે કેરળમાં કોરોના વાયરસના 21116 નવા દર્દી મળ્યા ત્યારબાદ રાજ્યમાં સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 37,46,121 થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X