For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus Update: એક જ દિવસમાં કોરોના કેસ 47% વધ્યા, 37593 નવા દર્દી અને 648 લોકોના મોત

છેલ્લા અમુક દિવસોમાં કોરોના વાયરસના નવા કેસોમાં જોવા મળેલા ઘટાડા બાદ બુધવારે સંક્રમણના કેસ એક વાર ફરીથી વધી ગયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ છેલ્લા અમુક દિવસોમાં કોરોના વાયરસના નવા કેસોમાં જોવા મળેલા ઘટાડા બાદ બુધવારે સંક્રમણના કેસ એક વાર ફરીથી વધી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે નવા આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનના 37593 નવા કેસ મળ્યા છે જ્યારે 648 લોકોના મોત થયા છે. આ ઉપરાંત એક ચિંતાજનક સમાચાર એ પણ છે કે છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના દૈનિક કેસની સરખામણીમાં રિકવર થનાર દર્દીઓની સંખ્યા પણ ઘટી છે અને 34169 દર્દી જ રિકવર થયા છે.

coronavrius

આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 3,25,12,366 અને રિકવર દર્દીઓની સંખ્યા 3,17,54,281 થઈ ગઈ છે. વળી, કોરોના વાયરસ મહામારીના કારણે દેશમાં અત્યાર સુધી 4,35,758 લોકોના મોત થયા છે. છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના દર્દીઓની રિકવરી ઘટવાથી સક્રિય કેસ વધીને 3,22,327 થઈ ગયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ સામે અલગ-અલગ રાજ્યોમાં રસીકરણ અભિયાન પણ ચાલુ છે અને અત્યાર સુધી વેક્સીનનો કુલ 59,55,04,593 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. આમાંથી 61,90,930 ડોઝ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવ્યો છે.

કોરોનાના કુલ દર્દીઓમાંથી 24296 કેસ એકલા કેરળમાં

તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના જે 37593 કુલ કેસ મળ્યા છે તેમાંથી 24296 એકલા કેરળમાં નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત 648 મોતમાંથી 173 મોત આ રાજ્યમાં જ થયા છે. કેન્દ્ર અને કેરળ સરકાર એકસાથે આરોગ્ય વિશેષજ્ઞો માટે પણ એક ચિંતાનો વિષય બનેલો છે કે જ્યારે દેશભરમાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે એ વખતે કેરળમાં સૌથી વધુ દર્દી મળી રહ્યા છે. હાલમાં જ કેન્દ્ર સરકારે સ્થિતિનુ પરીક્ષણ કરવા માટે આરોગ્ય વિશેષજ્ઞોની એક ટીમને કેરળમાં મોકલી હતી. જેમણે રાજ્યના મેડિકલ એક્સપર્ટ્સ સાથે મળીને અમુક દિશા-નિર્દેશ નક્કી કર્યા.

English summary
Coronavirus Update: New 37593 covid-19 cases, 34169 recoveries in last 24 hrs in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X