ભારતમાં કોરોના વાયરસના દર્દી ઘટીને 1 લાખ બચ્યા, 24 કલાકમાં 6990 નવા કેસ, 10116 સંક્રમણથી થયા મુક્ત

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ હવે ઘટી રહ્યા છે. જાણો લેટેસ્ટ આંકડા.

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ હવે ઘટી રહ્યા છે. આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર અહીં છેલ્લા 24 કલાકમાં 6990 નવા દર્દી સામે આવ્યા જ્યારે આના એક દિવસ પહેલા આ સંખ્યા 8309 હતી. ગઈ કાલે 190 મોત થયા જ્યારે તેનાથી એક દિવસ પહેલા 236 મોત નોંધવામાં આવી હતી. આ ઉપરાંત સક્રિય કેસોની સંખ્યા હવે 1,00,543 છે. તેના એક દિવસ પહેલા આ 1 લાખ 3 હજાર 859 હતી. વળી, વેક્સીનેશન વધીને 1,23,25,02,767 પહોંચી ગયુ છે. કાલે લોકોને 78.80 લાખથી વધુ ડોઝ આપવામા આવ્યા. એટલે કે બધા પ્રકારના આંકડાઓએ રાહત આપી છે.

covid

દેશમાં સક્રિય કેસ 1% થી પણ ઓછા

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 10,116 લોકો કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત થયા. જ્યારે આ કુલ આંકડો 3.40 કરોડથી વધુ થઈ ચૂક્યો છે. આ સાથે જ હવે દેશમાં સક્રિય કેસ કુલ કેસોના 1 ટકાથી પણ ઓછા છે જે વર્તમાનમાં 0.30 ટકા છે જે ગયા વર્ષે માર્ચ બાજ સૌથી ઓછા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરમાં કોરોનાથી અત્યાર સુધી 4.68 લાખ મોત થયા છે. આ આંકડો દુનિયાના ઘણા દેશોથી ઓછો છે. વધુ એક સારી વાત એ છે કે દેશમાં રિકવર થવાનો દર 98.34 ટકા છે જે ગયા વર્ષના માર્ચ બાદથી સૌથી વધુ છે.

આજે સરકારે મોટી બેઠક બોલાવી

આજે કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉન પર કેન્દ્ર સરકારે મોટી બેઠક બોલાવી છે. જેમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ રાજ્યો સાથે મીટિંગ કરશે. આ બેઠક સવારે 10.30 વાગે શરૂ થઈ શકે છે. આ દરમિયાન ઓમક્રૉન માટેની તૈયારીઓ પર ચર્ચા થશે. સાથે જ ટેસ્ટિંગ અને ટ્રેકિંગ વધારવા પર જોર આપવામાં આવી શકે છે. એક અધિકારીએ જણાવ્યુ કે સરકાર નવા વેરિઅંટ ઓમિક્રૉન સામે લડવા માટે કામ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X