કોરોના કેસોમાં ઘટાડો યથાવત, 24 કલાકમાં સામે આવ્યા 7350 નવા દર્દી, સક્રિય કેસ 561 દિવસમાં સૌથી ઓછા

ભારતમાં કોરોના વાયરસના સક્રિય દર્દી હવે દિવસેને દિવસે ઘટી રહ્યા છે.

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના સક્રિય દર્દી હવે દિવસેને દિવસે ઘટી રહ્યા છે. આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી 7350 નવા કેસ નોંધવામાં આવ્યા. વળી, 7973 રિકવરી થઈ. આ સાથે જ સક્રિય દર્દીઓનો આંકડો 91,456 રહી ગયો. આ છેલ્લા 561 દિવસોમાં સૌથી ઓછો છે.

covid

અત્યાર સુધી 475636 લોકોના ગયા જીવ

વિભાગે એ પણ જણાવ્યુ કે દેશભરમાં કાલના દિવસે કોરોના વાયરસના કારણે 202 મોત નોંધવામાં આવ્યા છે. આ સાથે જ સરકારી આંકડામાં અત્યાર સુધી 475636 લોકોના જીવ જઈ ચૂક્યા છે. વળી, નવા મળતા દર્દીઓની વાત કરીએ તો નવા દર્દીઓ સૌથી વધુ કેરળમાંથી સામે આવી રહ્યા છે. આ એ જ રાજ્ય છે જ્યાં દેશનો સૌથી પહેલો દર્દી મળ્યો હતો. લગભગ 2 વર્ષ પછી પણ કેરળ કોરોનાની સર્વાધિક માર સહન કરી રહ્યુ છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ કાલે કેરળ રાજ્યમાંથી કોરોનાના 222 નવા કેસ નોંધવામાં આવ્યા. આ ઉપરાંત 143 મોત થયા. અત્યાર સુધી અહીં 42967 મોત થઈ ચૂક્યા છે.

લોકોને વેક્સીનનો કેટલો ડોઝ મળ્યો

દેશભરમાં લોકોને વેક્સીનનો અત્યાર સુધી 1,33,17,84,462 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાંથી કાલના દિવસે 19,10,917 ડોઝ આપવામાં આવ્યો. વળી, અત્યાર સુધી કોરોનાથી રિકવર થનાર લોકોનો આંકડો વધીને 34130768 પહોંચી ગયો છે. જેમાંથી કાલના દિવસે 7973 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. હાલમાં દેશનો કોવિડ-રિકવરી રેટ 98.37 ટકા છે. જો કોરોના વાયરસના સંક્રમણના દેશભરમાં નોંધાયેલા કુલ કેસોની વાત કરીએ તો આ આંકડો 3.44 કરોડ થઈ ગયો છે. આ ઉપરાંત કોરોના ટેસ્ટની વાત કરીએ તો દેશભરમાં લાખો લોકોના સેમ્પલનુ પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X