કોરોના કેસોમાં ફરીથી વધારો, 24 કલાકમાં મળ્યા 8954 નવા કેસ, 267 દર્દીઓના મોત

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો એક દિવસ બાદ ફરીથી વધી ગયા.

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો એક દિવસ બાદ ફરીથી વધી ગયા. આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર અહીં છેલ્લા 24 કલાકમાં 8954 નવા દર્દી સામે આવ્યા જ્યારે તેના એક દિવસ પહેલા આ સંખ્યા 6990 હતી. ગઈ કાલે 267 લોકોના કોરોના વાયરસ મહામારીથી મોત થયા જ્યારે તેના એક દિવસ પહેલા 190 મોત નોંધવામાં આવ્યાહતા. જો કે, સૌથી વધુ રાહતની વાત એ છે કે હવે કોરોના વાયરસ મહામારીના સક્રિય દર્દીઓની સંખ્યા હવે ઘટીને 1 લાખથી ઓછી થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે ભારતમાં સક્રિય કેસ 99,023 છે. વળી, વેક્સીનેશન વધીને 1,24,10,86,850 સુધી પહોંચી ગયુ છે. કાલે લોકોને 70 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે એટલે કે અમુક આંકડાઓએ મોટા રાહત પણ આપી છે.

coronavirus

છેલ્લા 24 કલાકમાં 10,207 લોકો થયા રિકવર

રાષ્ટ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ કે કોરોના વાયરસના સંક્રમણ સામે ઝઝૂમી રહેલા 10,207 લોકો છેલ્લા 24 કલાકમાં રિકવર થયા. વળી, હવે દેશમાં સક્રિય કેસો 1 ટકાથી પણ ઓછા છે. આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત થયેલા લોકોનો કુલ આંકડો 3.40 કરોડથી વધુ થઈ ચૂક્યો છે. હવે દેશમાં સક્રિય કેસ કુલ કેસના 1 ટકાથી પણ ઓછા છે જે વર્તમાનમાં 0.30 ટકા છે જે ગયા વર્ષે માર્ચ બાદથી સૌથી ઓછા છે. મંત્રાલય અનુસાર દેશભરમાં કોરોના વાયરસ મહામારીથી અત્યાર સુધી 4.68 લાખ મોત થયા છે. આ આંકડો દુનિયાના ઘણા દેશોથી ઓછો છે. એક સારી વાત એ છે કે દેશમાં રિકવર થવાનો દર 98.34 ટકા છે જે ગયા વર્ષે માર્ચ બાદથી સૌથી વધુ છે.

મોતનો આંકડો 469247 થયો

સરકારી આંકડામાં કોરોના વાયરસ મહામારીના કારણે દેશમાં અત્યાર સુધી 469247 મોત થયા છે. આ કુલ કેસોના 1.36 ટકા છે. દેશમાં કોરોના વાયરસ મહામારીથી સૌથી વધુ મોત મહારાષ્ટ્ર રાજ્યમાં થઈ જ્યાંનો આંકડો 140997 છે. આ ઉપરાંત કેરળ 40132, કર્ણાટક 38211, દિલ્લી 250098, આંધ્ર પ્રદેશ 14442, હરિયાણા 10054, પશ્ચિમ બંગાળ 19486, ઉત્તર પ્રદેશ 22911, તમિલનાડુ 36481 એ રાજ્ય છે જ્યાં વધુ મોત નોંધવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X