For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેલ્લા 24 કલાકમાં દેશમાં 2.57 લાખ નવા કોરોના કેસ, 4194એ ગુમાવ્યો જીવ

કેન્દ્ર અને રાજ્ય સરકારોની કોશિશો ધીમે ધીમે રંગ લાવી રહી છે જેના કારણે રોજના કેસની સંખ્યા હવે 2.5 લાખની આસપાસ પહોંચી ગઈ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્ર અને રાજ્ય સરકારોની કોશિશો ધીમે ધીમે રંગ લાવી રહી છે જેના કારણે રોજના કેસની સંખ્યા હવે 2.5 લાખની આસપાસ પહોંચી ગઈ. હજુ થોડા દિવસ પહેલા સુધી આ આંકડો 4 લાખને પાર જતો રહ્યો હતો. એવામાં નવા કેસોમાં ઘટાડાથી જનતાને પણ રાહતનો શ્વાસ લીધો છે. જો કે એક ચિંતા હજુ પણ છે કારણકે કેસ તો ઘટી રહ્યા છે પરંતુ મૃતકોનો આંકડો હજુ પણ પોતાના ઉચ્ચતમ સ્તરે છે.

corona

આરોગ્ય મંત્રાલય તરફથી મળેલા રિપોર્ટ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,57,299 નવા દર્દી જોવા મળ્યા. આ સાથે જ 4194 લોકોના મોત થયા જ્યારે 3,57,630એ આ મહામારી સામે જંગ જીતી લીધી. એવામાં દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,62,89,290 થઈ ગઈ છે જેમાંથી 2,95,525એ આ બિમારીના કારણે જીવ ગુમાવ્યો અને 2,30,70,365 સંપૂર્ણપણે રિકવર થઈ ચૂક્યા છે. વળી, હવે દેશભરમાં સક્રિય કેસોની સંખ્યામાં પણ હવે 29,23,400 થઈ ગઈ છે. મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં અત્યાર સુધી કુલ 19,33,72,819 ડોઝ લોકોને આપવામાં આવી ચૂક્યા છે.

આ છે સૌથી વધુ પ્રભાવિત રાજ્ય

મહારાષ્ટ્ર- 55,27,092
કર્ણાટક- 23,67,742
કેરળ- 22,93,633
તમિલનાડુ- 17,70,988
ઉત્તર પ્રદેશ- 16,59,212

દક્ષિણ ભારત હજુ પણ ચપેટમાં

જો કે આંકડા ભલે 4 લાખથી ઘટીને 2.5 લાખની આસપાસ પહોંચી ગયા હોય પરંતુ ચિંતા હજુ પણ ઘટી નથી. વર્તમાન સમયમાં દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં કેસ અનુમાનના હિસાબે વધુ છે જેના કારણે કેરળ અને કર્ણાટક સરકારે લૉકડાઉનને 31 મે અને 7 જૂન સુધી વધારી દીધુ છે.

English summary
Coronavirus Update: New Corona cases 2.57 lakh total vaccination in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X