કોરોના કેસોમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 31222 નવા કેસ, 290ના મોત
કોરોના સંક્રમણના નવા કેસોમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. જાણો લેટેસ્ટ આંકડા.
નવી દિલ્લીઃ કોરોના સંક્રમણના નવા કેસોમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલ લેટેસ્ટ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 31222 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 42942 લોકો કોરોનાથી રિકવર થઈને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 290 લોકોના મોત થઈ ગયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસની વાત કરીએ તો આ સંખ્યા 3,92,864 છે જ્યારે કોરોનાથી અત્યાર સુધી દેશમાં 4,41,042 લોકોના જીવ જઈ ચૂક્યા છે.

કેરળમાં કોરોનાનુ સૌથી વધુ જોખમ હજુ પણ યથાવત છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં જેટલા કોરોના કેસ સામે આવ્યા છે તેમાંથી લગભગ એક તૃતીયાંશ કેસ કેરળમાં આવ્યા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં 19688 કેસ સામે આવ્યા છે જ્યારે 135 લોકોના કોરોનાથી જીવ જતા રહ્યા છે. જે રીતે કેરળમાં રેજ કોરોનાના કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે તેના કારણે ત્રીજી લહેરનુ જોખમ હજુ પણ યથાવત છે. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વેક્સીનના અત્યાર સુધી કુલ 69,90,62,776 ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.
મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં પણ કોરોનાનુ જોખમ યથાવત છે. છેલ્લા 6 દિવસમાં કોરોનાના કેસોમાં 28 ટકાનો વધારો નોંધવામાં આવ્યોછે. સોમવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 3626 નવા કેસ સામે આવ્યા જ્યારે 5988 દર્દી રિકવર થઈને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા છે. વળી, છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં 37 લોકોના કોરોનાથી મોત થઈ ગયા છે. સૌથી વધુ કેસ પૂણે, અહેમદનગર અને મુંબઈમાં જોવા મળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
